સરીગામમાં 15 અને ધોડીપાડામાં 100 લોકોને હેમખેમ બહાર કઢાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભીલાડ: ઉમરગામમાં દારૂઠા ખાડીમાં પુર આવતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.રાત્રે એકાએક પાણીના લીધે લોકોને ઘરમાંથી નીકળવાનો મોકો આપ્યો ન હતો. ભીલાડની દારૂઠા ખાડીમાં પુર આવતા કિનારે આવેલા સરીગામના ખાડી ફળિયામાં પાણી ફરી વળતા બે મુસ્લિમ પરિવારના 15 સભ્યો ફસાયા હતા. ઘરના છત પર ચઢી જિલ્લા તંત્ર પાસે સહાય માગી હતી. સરીગામ ફાયર બ્રિગેડના જવાનોએ 3 મહિલા, 5 બાળકો સહિત 15 વ્યક્તિ તથા બકરાઓને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. પુનાટગામે એક પરિવારના પાંચ સભ્યો પાણી વચ્ચે ફસાયા હતા.જેને ગામ લોકોએ ટાયરના સહારે બહાર કાઢ્યા હતા. અંકલાસ ગામે પાણી ફરી વળતા 100થી વધુ ઘરોમાં ઘરવખરીને નુકશાન પહોચ્યું હતું.
 
ભીલાડની દારૂઠા ખાડી કિનારે ધોડીપાડા ફળિયામાં સર્વત્ર પાણી પાણી  નજરે ચઢી રહ્યું હતું. ફળિયાના 50 જેટલા ઘરોમાં પાણી ફરી વળ્યા હતા.જેમાં 15 ઘરોનો પરિવાર ફસાઇ ગયા હતા. 15 ઘરોના 100 વધુ લોકોને પાણી વચ્ચે ફસાયા હોવાની જાણ ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકર, તાલુકા પંચાયત પ્રમુખ કંચનબેન દુબળા,કારોબારી અધ્યક્ષ રાકેશ રાય,જિલ્લા પંચાયત સભ્ય નરેશ વાળવી, ચીંતુભાઈ દુબળા,યુવા અગ્રણી જગદીશ ધોળી, ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી એચ.એમ.કુંડલિયા, મામલતદાર, ટીડીઓ,ભીલાડ પોલીસ પહોંચી  હતી. વલસાડ જિલ્લામાં ડિઝાસ્ટર પાસે સ્પીડ બોટ ન હોવાથી પાડોશી કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસ પાસે મદદ લેવાઇ હતી.