તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પતિ હજ પર ગયો, પત્ની પ્રેમી સાથે કારમાં કઢંગી હાલતમાં ઝડપાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડુંગરી: વલસાડ શહેરમાં રહેતાં સલીમ ( નામ બદલ્યું છે)નાં લગ્ન આયશા ( નામ બદલ્યું છે) સાથે થયાં હતાં સોળ વર્ષનાં લગ્ન જીવનમાં તેમને બે સંતાનો અવતર્યા હતાં.સુખી દાંમપત્ય જીવનમાં જાણે કે કોઈ ત્રીજા પાત્રનું આકર્ષણ વધ્યું હોય એમ આયશા વારેઘડીએ વિવિધ કારણોસર પતિ સલીમ સાથે પાછલા કેટલાક સમયથી ઝગડા કરી રહી હતી તેમજ પંદર દિવસ પહેલાં સલીમ હજ પઢવા માટે વિદેશ જતાં આયશા દરરોજ બપોરના સમયમાં પ્રેમી વિનોદ (નામ બદલ્યું )ને મળવા બે સંતાનને ઘરે મૂકી નિકળી જતી હતી.
 
નણંદે ભાભીનો પીછો કરી પ્રેમી સાથે રંગેહાથ ઝડપી પાડી
 
દરરોજ બપોરના સમયે આયશા ઘરની બહાર જતાં સોમવારે તેમની નણંદને શંકા જતાં તેમણે પોતાની કાકાની છોકરી ફાતિમા (નામ બદલ્યું છે) સાથે મોપેડ લઈ ભાભીનો પીછો કર્યો હતો.લીલાપોર ચોકડી પાસે વિનોદ સાથે કારમાં બેસી કાંઠા વિસ્તાર તરફ કારમાં જ અશ્લીલ કૃત્ય કરી રહ્યાં હતાં. ત્યારે આયશા અને વિનોદ રંગેહાથ ઝડપાઈ જતાં હંગામો થયો હતો. આ અંગેની જાણ પતિ સલીમને થતાં ચૌંંકી ઉઠ્યો હતો. આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...