તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પારડી: મને છોડી પિયર કેમ જતી રહી તેવું કહી પતિએ પત્નીને ફટકારી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડી: ડુમલાવ ગામે પ્રેમ લગ્ન કરેલ પતિ પત્ની વચ્ચે અણબનાવ બનતા પોતાના પિયર  રહેવા જતી રહેલી પત્નીને મંગળવારના સાંજે  નોકરી પરથી પરત ફરતી વેળાએ રસ્તામાં રોકી પતિએ  માર માર્યો હતો અને વધુ મારવાની ધમકી આપતા પત્નીએ પારડી પોલીસ મથકે પતિ વિરુધ્ધ ફરિયાદ નોધાવી છે . પારડીનાં ડુમલાવ ગામે નાનચંદ ફળિયામાં રહેતી જયશ્રીબેન પટેલે  ગામમાં જ ભિનાર ફળિયામાં રહેતા કમલેશ ધીરુભાઈ નાયકા પટેલ સાથે 11 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. હાલ જયશ્રીબેન દમણ સોમનાથ ખાતે કંપનીમાં નોકરી કરે છે.
 
મહિલા નોકરીએથી છૂટ્યા બાદ પિયર ચાલી ગઈ હતી

છેલ્લા એકાદ મહિનાથી જયશ્રી અને તેનો પતિ કમલેશ વચ્ચે ઝઘડો તકરાર થતાં જયશ્રી તેના છોકરાઓને લઈ તેના પિયર નાનચંદ ફળિયા ખાતે રહેવા જતી રહેલી હતી. ત્યાંથી તે રોજ દમણ નોકરીએ જતી હતી ગત રોજ જ્યશ્રી દમણ નોકરી પરથી છૂટી વાનમાં પરત આવી હતી અને તેના પિયરના ઘરે જવા પરિયા હરીનગર ડુમલાવરોડ પર ચાલતી હતી, ત્યારે તેનો પત્ની કમલેશ બાઇક પર આવ્યો હતો કહ્યું હતું કે પિયર માતા પિતાના ઘરે મને કેમ છોડી ચાલી ગયેલ  અને મારા વિરુધ્ધ વલસાડ મહિલા મંડળમાં કેસ કરેલો  છેનું કહી ગાળો આપતા જયશ્રીએ ગાળો ન આપવાનું કહ્યું હતું. જે સામે પતિ કમલેશ ઉશ્કેરાઈ ગયો હતો ને બાઇક પરથી ઉતરી જ્યશ્રીને ધીક્કામુક્કીનો માર મારતા તેણે બૂમાબૂમ કરી મૂકી હતી. જે સાંભળી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...