તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપી: ઘર કા ભેદી લંકા ઢાયે.. 8 લાખની ચોરીમાં માસ્ટર માઇન્ડ હતો ઘરનો વોચમેન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપી: વાપી કચીગામ માર્ગ સ્થિત આશિયાના કોમ્પલેક્સની બાજુમાં આવેલા સરોવર કોમ્પલેક્સમાંથી ગત બુધ અને ગુરૂવાર દરમિયાન ધરનો દરવાજો તોડીને કબાટમાંથી રોકડા તથા દાગીના મળી કુલ 8.45 લાખની ચોરી થઇ હતી. આ ચોરીના કેસમાં પોલીસે ગણતરીના સમયમાં ગુનો ઉકેલી કાઢીને ઘર કા ભેદી લંકા ઢાયે..એ મુજબ પરિવાર લગ્નમાં બહારગામ જતા વોચમેનને ઘરને જોવા માટે કહી ગયા હતા, વોચમેન અને તેમની ટોળકી જ ચોરી કરી ગયા હોવાનું બહાર આવ્યું હતું.
અન્ય બે ચોકીદાર ફરાર

પોલીસે એક સાગરિતની સુરતથી ધરપકડ કરીને ચોરીનો મુદ્દામાલ કબજે લીધો છે, જ્યારે અન્ય બે ચોકીદાર ફરાર થઇ ગયા છે. વાપી કચીગામ માર્ગ સ્થિત આશિયાના કોમ્પલેક્સની બાજુમાં આવેલા સરોવર કોમ્પલેક્સમાં ત્રીજા માળે રહેતા નિખિલ અરુણભાઇ જૈન અને તેમનો પરિવાર વતન રાજસ્થાનમાં લગ્ન પ્રસંગ હોવાથી ગયા હતા. જોકે, નિખિલ જૈન રાજસ્થાન જતા પૂર્વે બિલ્ડિંગના વોચમેન નવીન બીકને બહાર ગામ જતા હોવાના કારણે બે દિવસ સુધી ઘરને જોવા માટે કહ્યું હતું.
ઇસમોએ ટેરેસ પરથી સરોવર કોમ્પલેક્ષમાં પ્રવેશ કર્યો

નિખિલ જૈનનો પરિવાર બહારગામ જતાની સાથે જ તેમના દરવાજો તોડીને તસ્કરો ચોરી કરી ગયાનો બનાવ બન્યો હતો. અજાણ્યા ઇસમોએ ટેરેસ પરથી સરોવર કોમ્પલેક્ષમાં પ્રવેશ કર્યો હતો. અજાણ્યા ઇસમોએ કોઇ હથિયાર વડે ફલેટનો દરવાજો તોડી એક કબાટમાંથી રોકડા રૂ.4.50 લાખ ,15 તોલા સોના-ચાંદીના દાગીના રૂ.3.75 લાખ, અન્ય એક કબાટમાંથી 20 હજાર રોકડા મળી કુલ રૂ.8.45 લાખના મત્તાની ચોરી ભાગી છૂટયા હતાં. રાજસ્થાનથી જ્યારે જૈન પરિવાર વાપી પરત ફર્યો હતો ત્યારે ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી.
નેપાળી ચોકીદારની પૂછપરછ કરી, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો