તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તિથલમાં રવિવારે મોડી રાત્રે હાઇવોલ્ટેજથી અનેક લોકોના ફ્રિઝ અને ટીવી ફુંકાઇ ગયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: વલસાડના તિથલ રોડ પર મોચીવાડમાં મોડી રાત્રે અચાનક હાઇવોલ્ટેજ આવી જતા અનેક લોકોના ફ્રિઝ અને ટીવી ફુંકાઇ ગયા હતા.આ સાથે સીડી પ્લેયરોની સર્કિટ પણ બળી ગઇ હતી.જેને લઇ અનેક લોકોને નુકસાન ભોગવવું પડ્યું હતું. ચોમાસુ વહેલું બેસી જતા જ વીજળીના ધાંધિયા શરૂ થઇ ગયા છે.ગ્રામ્ય વિસ્તારમાં વીજ કંપનીએ પ્રિમોન્સુન કામગીરી સમયસર હાથ ધરવામાં આવી હતી.જો કે ચોમાસાના પ્રારંભે જ વીજળીની સમસ્યાએ માઝા મૂકી છેે.
 
રવિવારે રાત્રે મોચીવાડના અનેક ઘરોમાં વીજ ઉપકરણોને ભારે નુકસાન
 
દરમિયાન રવિવારે રાત્રે અચાનક વીજ હાઇવોલ્ટેજ થતાં ટીવી અને ફ્રિઝમાંથી ધૂમાડા નિકળવા માંડતા રહીશો ગભરાઇ ગયા હતા.થોડીવારમાં ધૂમાડા બંધ થયા બાદ જોતાં ટીવી અને ફ્રિજ કાળા થઇ ગયા હતા. આ સમસ્યા અનેક ઘરોમાં સર્જાતા લોકો બહાર નિકળી આવ્યા હતા.હાઇવોલ્ટેજના કારણે વીજ ઉપકરણો ફુંકાઇ જતા લોકોને નુકસાન થયું હતું.આ અંગેની જાણ કરાતા વીજ કર્મચારીઓએ સ્થળ પર ધસી આવી સમારકામ હાથ
ધર્યું હતું. એકા એક રાત્રે હાઇવોલ્ટેજને લઇ  તિથલ ગામમાં  લોકો ગભરાઇ ગયા હતા.
 
અચાનક ટીવી અને ફ્રિઝમાંથી ધૂમાડા નીકળ્યા
 
રાત્રે હાઇવોલ્ટેજની સમસ્યા સર્જાતા ઘરમાં ચાલતા ટીવી અને ફ્રિજમાંથી અચાનક ધૂમાડો નિકળ્યો હતો.કેટલાકના ઘરમાં સીડી પ્લેયરને પણ નુકસાન થયું હતું.સવારે વીજ કંપનીના કર્મચારીઓએ આવીને લાઇન પર કામગીરી હાથ ધરી હતી. - મમતાબેન ચૌહાણ,રહીશ
અન્ય સમાચારો પણ છે...