તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડમાં ભારે વરસાદ, વાંકી નદીમાં આવ્યા ઘોડાપુર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડ: વલસાડ જિલ્લામાં છેલ્લા એક દિવસથી મેઘરાજાની ધીમી ગતિ બાદ સોમવારે રાત્રિથી ધોધમાર વરસાદ થતાં નદીનાળા અને ગ્રામ્ય વિસ્તારોમાં ચેકડેમો ઊભરાઇ ગયાં હતાં. ઉપરવાસનાં વરસાદનાં કારણે વલસાડની વાંકીનદીમાં પાણીનો પ્રવાહ અવિરત વહેતા વશીયર પાસેનાં લો લેવલ પુલ પરથી પસાર થઇ રહેલા નનકવાડા પંચાયતનાં બે હંગામી કામદારો નદીમાં તણાઇ ગયાં હતાં. જેમાંથી 50 વર્ષીય કામદારનું ડુબી જતા મોત થયું હતું. જિલ્લામાં તમામ તાલુકાઓમાં મૂશળધાર વરસાદને લઇ ઠેરઠેર વિસ્તારોમાં જળબંબાકાર થઇ ગયાં હતાં.
નદી,નાળા, તળાવો અને ચેકડેમો ઉભરાયા
વલસાડ તાલુકામાં 3 ઇંચ,ઉમરગામ સાડા પાંચ ઇંચ,ધરમપુર સવા ચાર ઇંચ પારડીમાં પોણા ત્રણ ઇંચ,પારડી પોણા ત્રણ ઇંચ અને કપરાડા તાલુકામાં પોણા ચાર ઇંચ વરસાદ ઝિંકાયો હતો. જેને લઇ તાન,માન, ઔરંગા અને વાંકી નદી બંન્ને કાંઠે વહી હતી.જિલ્લાનાં અંતરિયાળ તાલુકાઓ ધરમપુર અને કપરાડામાં સોમવારે રાત્રિથી જ વરસાદનું જોર રહ્યું હતું. આ બંન્ને તાલુકાઓમાં ભારે વરસાદનાં કારણે નદી,નાળા, તળાવો અને ચેકડેમો ઉભરાયા હતાં. ઉપરવાસનાં મૂશળદાર વરસાદનાં કારણે વલસાડની ઔરંગા અને વાંકીનદી બન્ને કાંઠે વહી હતી. દરમિયાન વલસાડનાં સિવિલ હોસ્પિટલ રોડથી વશીયર થઇ મગોદ જતાં માર્ગ ઉપર આવેલો લો લેવલ પુલ ઓવરફ્લો થઇ ગયો હતો. આ સંજોગો વચ્ચે નનકવાડા ગ્રામ પંચાયતમાં હંહગામી સફાઇ કામદાર તરીકે નોકરી કરતાં રમેશ લલ્લુભાઇ રાઠોડ,ઉ.વ.50 રહે.નવી નગરી સેગવી અને કાનજી કુંવર પટેલ ઉ.વ.52 ફરજ માટે સવારે 7 વાગ્યે નનકવાડા પંચાયતમાં આવ્યા હતાં. ત્યારબાદ સફાઇ કામગીરી પતાવીને તેઓ ઘરે પરત થવા નિકળ્યાં હતાં. દરમિયાન સવારે 9વાગ્યાના સુમારે વશીયરનાં લો લેવલ પુલ પરથી પસાર થવા જતાં હતાં.
યુવાનોએ દોડી આવી નદીમાં ડૂબકી લગાવી કાનજીભાઇને બચાવી લીધા

આ પુલ ઓવરફ્લો હોવાનાં કારણે પાણીનું વહેણ તીવ્ર ગતિએ આગળ ધપી રહ્યું હતું. તેમ છતાં તેઓ પુલ પરથી નિકળી જઇશૂ તેમ વિચારી પુલ પર ચાલીને જવા નિકળ્યા ત્યાં રમેશભાઇ અને કાનજીભાઇ દૂર સુધી નદીનાં વેગીલા પ્રવાહમાં તણાઇ ગયાં હતાં.કાનજીભાઇએ રમેશભાઇનો હાથ પકડી રાખતા બંન્ને સાથે તણાયા બાદ છૂટા પડી જતાં રમેશભાઇ નદીમાં ડૂબી જતાં મોતને ભેટ્યા હતાં. જ્યારે પાણીમાં તણાઇ રહેલાં કાનજીભાઇને સેગવી ગામનાં યુવાનોએ દોડી આવી નદીમાં ડૂબકી લગાવી કાનજીભાઇને બચાવી લીધા હતાં. ત્યારબાદ થોડે દૂર નદીનાં કિનારેથી રમેશભાઇનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ માટે તેમના મૃતદેહને સિવિલમાં લઇ જવામાં આવ્યો હતો.

રમેશને બચાવવા છેલ્લે સુધી પ્રયત્ન કર્યો

અમો પંચાયતે જઇ સફાઇ કામગીરી પતાવી રમેશભાઇ સાથે ઘરે જવા નિકળ્યાં હતાં. વશીયર પાસે વાંકીનદીનાં પુલ પર ધસમસતા પાણી હતાં. બન્નેઅે પગમાં સ્લીપર પહેરી હતી. જો કે પસાર થઇ જઇશું તેવા વિશ્વાસ સાથે એકબીજાનો હાથ પકડીને સાથે પસાર થતાં હતાં. પુલ વચ્ચે પહોંચ્યા બાદ અચાનક રમેશભાઇનો પગ લપસી જતાં તેઓ નદીમાં તણાતા મેં તેનો હાથ પકડ્યો અને ઘણીવાર સુધી તેને બચાવવાનો પ્રયાસ કરતો રહ્યો, પરંતુ પછીથી નદીનાં વહેણમાં હું વધુ ઉભો ન રહી શક્યો અને બન્ને જણા તણાયા હતાં. છેલ્લે સુધી પ્રયત્ન કર્યો પરંતુ હાથ છૂટી જતાં રમેશભાઇ નદીમાં દૂર સૂધી આગળ તણાઇ જતા ડૂબી ગયા હતાં. ત્યારબાદ મને યુવાનોએ નદીમાંથી સલામત રીતે બહાર કાઢ્યો હતો.
મગોદ શાળાનાં વિદ્યાર્થીઓને રજા અપાઇ

ઉપરવાસનાં ભારે વરસાદનાં કારણે વાંકીનદીમાં પાણીનો ભારે પ્રવાહ આવવાનાં સંકેત મળી જતાં વશીયર પુલથી થોડે દૂર આવેલ સેગવી અને મગોદને જોડતા નાના પુલ પર પણ પાણી ચઢી રહ્યાં હતાં. ત્યારે જ તાત્કાલિક શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને શાળા શરૂ થવાનાં સમયે જ રજા અાપી દીધી હતી. વિદ્યાર્થીઓ નિકળ્યા ત્યારે ઓછું પાણી હોવાથી તઓ સહીસલામત ઘરે આવી પહોચ્યા હતાં.
ક્યાં કેટલો વરસાદ પડ્યો તે ઇંચમાં
વલસાડ 2 ઇંચ
પારડી 3 ઇંચ
વાપી 5.5 ઇંચ
ઉમરગામ 1 ઇંચ
ધરમપુર 4.5 ઇંચ
કપરાડા 3.5 ઇંચ
આગળ ક્લિક કરીને વાંચો, વાપીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
તમામ તસવીરો: ચેતન મેહતા, વલસાડ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો