તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાર્દિક પટેલ પર રાજદ્રોહનો કેસ અયોગ્ય છે - કનુભાઈ કલસરિયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી: પાટિદાર સમાજના આંદોલન સામે સરકારે સંવાદની પ્રશ્ર ઉકેલવાની જરૂર હતી, સરકારની ક્ષતિઓના કારણે આ આંદોલનને વધુ વેગ મળ્યો છે. અનામત આર્થિક સ્થિતિને આધારે આપવું જોઇએ. હાર્દિક પટેલ પર રાજદ્રોહનો કેસ અયોગ્ય છે. આ શબ્દો વાપીની રવિવારે મુલાકાતે આવેલાં ગુજરાત આપ પાર્ટીના નેતા અને માજી ધારાસભ્ય કનુભાઇ કલસરિયાએ કહયા હતાં. તેમણે રાજય સરકાર પર આડકતરી રીતે આક્ષેપો કર્યા હતાં. રવિવારે વાપી ખાતે આપ પાર્ટીનું કાર્યાલય ખુલ્લુ મુકાયું હતું.
- હાર્દિક પટેલ પર રાજદ્રોહનો કેસ અયોગ્ય છે- કનુભાઈ કલસરિયા
- ગુજરાત આપના નેતા અને માજી ધારાસભ્ય વાપીમાં
2017 વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવવા આપ પાર્ટીએ અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે આપ પાર્ટી દ્વારા દક્ષિણ ગુજરાત પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. રવિવારે ગુજરાત આપ પાર્ટીના નેતા અને મહુવા મત વિસ્તારના માજી ધારાસભ્ય કનુભાઇ કલસરિયાએ વાપી ખાતે આપ પાર્ટીનું કાર્યાલય ખુલ્લુ મુકયું હતું.પત્રકારો સાથેની વાત-ચીતમાં કલસરિયાએ જણાવ્યું હતું કે પાટિદાર અનામતના મામલે સરકારે સંવાદથી પ્રશ્ર ઉકેલવાની તાતી જરૂરિયાત હતી. પ્રારંભિક તબકકામાં જ સરકાર સંવાદથી આ પ્રશ્ર ઉકેલી શકે તેમ હતી, પરંતુ પ્રશ્ર ન ઉકેલાતાં આંદોલનને વધુ વેગ મળ્યો છે.

હાર્દિક પટેલ સામે પણ રાજદ્રોહનો કેસ થવો જોઇએ. હાર્દિક ભાષણ રાજદ્રોહ સમાન ન ગણાવી શકાય. જેએનયુ વિવાદ અંગે પુછતા કલસરિયાએ જણાવ્યું હતું કે દેશ વિરોધી કૃત્ય કરતાં લોકોને કડકમાં કડક સજા મળવી જોઇએ. દેશ વિરોધી પ્રવૃત્તિને સાખી લેવાઇ નહી. આ પ્રસંગે આપ પાર્ટીના દક્ષિણ ગુજરાતના પ્રભારી કિશોરભાઇ દેસાઇ,મનોજભાઇ સોરઠિયા,શ્રીનિવાસ રાવ,વલસાડ જિલ્લાના સંયોજક ડો.રાજીવ પાંડે સહિત આપ પાર્ટીના નેતાઓ હાજર રહયા હતાં.
આપ પાર્ટી 2017ની ચૂંટણીમાં ઝંપલાવશે
આપ પાર્ટીના નેતા કનુભાઇ કલસરિયાએ જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં આપ પાર્ટી પોતાના ઉમેદવારો ઊભા રાખશે. ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કાર્યાલયને ખુલ્લુ મુકવામાં આવ્યું છે. સરકારની ખેડૂત વિરોધી નીતિને લોકો સમક્ષ લઇ જશું. દક્ષિણ ગુજરાતમાંથી આપ પાર્ટીને વધારે સહયોગ મળશે.લોકો સરકારથી નારાજ છે. સામાન્ય લોકોના કામો વર્તમાન સરકારમાં થતાં નથી. તેમણે રાજય સરકાર પર આક્ષેપો કર્યા હતાં.
અન્ય સમાચારો પણ છે...