તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડ તિથલ સાઈબાબા અને સ્વામિનારાયણ મંદિરમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડ: વલસાડના દરિયાકિનારે આવેલ સુપ્રસિધ્ધ સાઈ મંદિરમા મંગળવારે ગુરુપૂર્ણિમાં પર્વ નિમિત્તે વહેલી સવારથી ભક્તોનો જમાવડો જોવા મળ્યો. વહેલી સવારે 6 વાગ્યાથી સાઈભક્તો બાબાના દર્શન માટે ઉમટ્યા હતા જેમાં આજ રોજ વહેલી સવારે અભિષેક બાદમા મંગળ શૃંગાર બાદમાં બાબા ની આરતી અને ત્યાર બાદ ભક્તો માટે ખાસ પાદુકા દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું , ગુરુપૂર્ણિમાના આ ખાસ અવસર પર સાઈબાબાને 56 ભોગ ધરવામાં આવ્યા હતા , વહેલી સવાર થી સાંજ સુધી સાઈ ભક્તોએ ખૂબ મોટી સંખ્યામા બાબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
સાઈ મંદિર સાથે વલસાડ સ્વામિનારાયણ મંદિર ખાતે પણ ગુરુપૂર્ણિમા પર્વનું માહાત્મ્ય રહેલું છે. સ્વામિનારાયણ પંથના પ્રમુખ સ્વામીજીની તબિયત હાલ નાજુક હોય વલસાડ સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રમુખ સ્વામીની તબિયતમાં સુધારા માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી અને સવારે સત્સંગ, ધૂન અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તો સ્વામીજીના સ્વાસ્થ્ય માટેની પ્રાર્થના બાદ મહા પ્રસાદનું આયોજન પણ મંદિર પટાંગણમા કરવામાં આવ્યું હતું.
દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ વલસાડના મોગરાવાડી સ્થિત શારદામઠમા પણ ગુરુ પૂર્ણિમાની ઉજવણી સવારે 5 વાગ્યાથી ભાવિક ભક્તો સાથે શરૂ થઈ ગઈ હતી.સવારે 5 વાગ્યે સૌથી પહેલા મંગલ આરતી ,વેદ પાઠ, સ્ત્રોત પાઠ. 7:30 કલાકે ચંડીપાઠ ,ગીતા પાઠ.અને 12:30 કલાકે ભોગ આરતી બાદ પ્રસાદ વિતરણ અને સાંજે 07:00 કલાકે સાંધ્ય આરતી નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં સુરત,નવસારી,બીલીમોરા,વલસાડ અને ધરમપુર ના ભક્તોએ ભાગ લીધો હતો.
આગળ ક્લિક કરો અને જુઓ વધુ તસવીરો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો