તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્જીકલ સ્ટ્રાઈક અને આતંકવાદ પર બનશે ગુજરાતી ફિલ્મ, આ યુવક કરશે ફોટોગ્રાફી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: દક્ષિણ ગુજરાતના યુવાનો આવનારા દિવસોમાં ઘણી ગુજરાતી ફિલ્મ બનાવી રહ્યા છે. ગુજરાતી ફિલ્મોમાં આવેલા બદલાવ બાદ અર્બન ગુજરાતી ફિલ્મો તાજેતરમાં ધૂમ મચાવી રહી છે. ત્યારે મયુર પરમાર એન્ટરટેઈનમેન્ટ પ્રોડક્શન હાઉસ દ્વારા આગામી દિવસોમાં ઘણા ફિલ્મના નવા પ્રોજેક્ટ શરૂ થઇ રહ્યા છે. જેમાંની એક ફિલ્મ આતંકવાદ અને સર્જીકલ સ્ટ્રાઇકને ધ્યાનમાં રાખી બનાવાઇ રહી છે. વલસાડના યુવાન ધવલ પરમારની પસંદગી ડીઓપી તરીકે આ ફિલ્મમાં થતા વલસાડના યુવાનોને પણ ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાની તક મળવાના દરવાજા ખુલી ગયા છે.
 
મહત્તમ શુટિંગ પણ ગુજરાતમાં થશે
 
સર્જીકલ સ્ટ્રાઈક થયા બાદ આતંકવાદીઓની કમર તૂટી ગઈ છે.  આતંકવાદીઓએ પોતાની મોડસ ઓપરેન્ડીમાં બદલાવ શરુ કર્યો છે. એ સમયે હવે દેશના નાગરિકોએ સચેત થવાની જરૂર છે. નાગરિકોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે મયુર પરમાર એન્ટરટેઈનમેન્ટ પ્રોડક્શન હાઉસ દ્વારા “સુપર હીરો” ધ સ્ટોરી ઓફ યુનિટી નામથી ગુજરાતી ફિલ્મ બનવા જઇ રહી  છે. આ ફિલ્મમાં 7 મુખ્ય કલાકારો અને ૩ ગીતો હશે. આ ફિલ્મનું મહત્તમ શુટિંગ પણ ગુજરાતમાં જ કરવામાં આવનાર છે. ત્યારે ફોટોગ્રાફીની સંપૂર્ણ જવાબદારી વલસાડના યુવાન ધવલ પરમારને સોંપાઇ છે.
 
ગુજરાતના 5 મુખ્ય શહેરોમાં ઓગસ્ટ મહિનાથી ઓડીશન શરૂ આ અંગે વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...