તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતનું વધુ એક ગામ બન્યું ડિજીટલ, આવી સુવિધાઓથી છે સજ્જ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: ધરમપુર તાલુકાના ભાંભા ગામને કલેકટરે જિલ્લાનું સૌ પ્રથમ ડિજટલ ગામ જાહેર કર્યું છે. કલેકટરે ગામના બેંક ખાતા, સહકારી મંડળીઓ,દૂધ મંડળીઓ અને ફેર શોપના લાભાર્થીઓના તમામ ખાતા ડિજિટલાઇઝ્ડ કરી દેવાતા ભાંભા ગામને આ સિધ્ધ પ્રાપ્ત થતા ગ્રામજનોને અભિનંદન આપ્યા હતા.
 
ધરમપુર તાલુકાના ભાંભા ખાતે નાણાંકીય સાક્ષરતા કેમ્પ યોજાયો
 
રિઝર્વ બેંક દ્વારા 5 થી 9 જૂન દરમિયાન શરૂ થયેલા નાણાંકીય સાક્ષરતા સપ્તાહ  ઉજવવાના ભાગરૂપ ધરમપુર તાલુકાની બેંક  ઓફ બરોડા ભાંભા ખાતે કલેકટર સી.આર.ખરસાણની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો.કલેકટરે ભાંભા ગામને જિલ્લાનું સૌ પ્રથમ ડિજિટલ ગામ જાહેર કરતા જણાવ્યું કે, ગ્રામજનો કેસલેશ અભિગમ સાથે જોડાયા તે પ્રસંશનીય બાબત છે.વધુમાં તેમણે જણાવ્યું કે,ડિજિટલ બેન્કિંગ થકી નાણાંકીય વ્યવહાર વધુ સરળ બનવાની સાથે પારદર્શક વહીવટ શક્ય બને છે.આ ઉપરાંત ભારતના નિર્માણમાં સહભાગી બનવા ગ્રામજનોએ ઉત્સાહ દર્શાવ્યો તે આવકાર દાયક છે.આ પ્રસંગે વલસાડ રિજિયન મેનેજર કલ્પેશ શાહ,આરબીઆઇના આસિસ્ટન્ટ જનરલ મેનેજર  દિવ્યાંગ શુક્લાએ બેંક સંબંધી વિવિધ સરકારી યોજનાઓની વિગતો આપી હતી.
 
કયા કારણે ગામ ડિજિટલ બન્યું
 
કલેકટરે બેંકની કામગીરીનો તાગ મેળવતા બેંકમાં ખોલવામાં આવેલા 4215 ખાતામાંથી 1445 એકાઉન્ટ ભાંભા ગામના મૂળ વતનીઓના ખોલાયા હતા.આ ઉપરાંત તમામ ખાતાધારકોના આધારકાર્ડ લિંક કરાયા છે.જેથી ગામનો દરેક વ્યક્તિ કેશલેસ વ્યવહાર કરી શકે છે.ગામની દૂધ મંડળીઓ અને ફેરપ્રાઇઝ શોપ્સના તમામ લાભાર્થીઓના ખાતા પણ ડિજિટલાઇઝ્ડ કરાયા છે. - સી.આર.ખરસાણ,કલેકટર
 
( તસવીર - ચેતન મહેતા )
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...