જિલ્લામાં GSTની ઝડપ, 2800 અરજી આવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: જીએસટી કાયદા હેઠળ ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે વલસાડ જિલ્લા વાણિજ્ય વેરા વિભાગમાં અરજી નોંધણીની ઝડપમાં વધારો થયો છે.ધંધા ઉદ્યોગ માટે જીએસટી ફરજિયાત હોવાથી જિલ્લામાં નવા અરજદારોની સંખ્યા 2800 પર પહોંચી ગઇ છે. હવે જીએસટી વિના કોઇપણ ધંધા વ્યવસાયકર્તાઓને ચાલી શકે તેમ હોવાનું જણાતા નવી અરજીઓ નોંધાવવા માટે કાર્યવાહી આગળ ધપાવાઇ રહી છે. જીએસટી માલ અને સેવા પર કેન્દ્ર અ્ને રાજ્ય દ્વારા લેવામાં આવનાર કરપ્રણાલિ છે.
 
GSTનો ધમધમાટ: જૂના ટેક્સપેર્યસ GSTમાં માઇગ્રેટ, નોંધણી માટે વાણિજ્ય વિભાગનો ડ્રાઇવ
 
અત્યાર સુધી કેન્દ્ર સરકાર દ્વારા માલના ઉત્પાદન ઉપર અેક્સાઇઝ અને સેવા ઉપર સર્વિસ ટેક્સ વસુલવામાં આવતો હતો.જ્યારે રાજ્યો દ્વારા માલના ખરીદ વેચાણ પર વેટ વસુલાતો હતો.હવે જીઅેસટી હેઠળ જુદા જુદા પરોક્ષ વેરાની જગ્યાએ માત્ર એક વેરો વસુલાશે. ઉત્પાદન આયાતથી લઇ માલ સેવાના અંતિમ વપરાશ સુધીના દરેક તબક્કે વેરો લાગશે.સાથે આગળના તબક્કામાં ભરવામાં આવેલા વેરાની ક્રેડિટ ઉપલબ્ધ થશે. દરેક ક્ષેત્રે વ્યવસાયકારોને જીએસટીની નોંધણી ફરજિયાત કરાતા વલસાડ જિલ્લા વાણિજ્ય વિભાગ દ્વારા નવી નોંધણી માટે ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિભાગના સતત ડ્રાઇવના પગલે અત્યાર સુધી સમગ્ર જિલ્લામાં નવા વ્યવસાયકારોએ જીએસટી માટે 2800 અરજીની નોંધણી કરાવી છે.
 
રૂ.20 લાખથી ઉપર ટર્નઓવર ધરાવનારા માટે જીએસટી ફરજિયાત

ઉદ્યોગકારો કે વ્યવસાય કરનારાઓનો રૂ.20 લાખ ટર્ન ઓવર છે તેમને ફરજિયાત જીએસટીની નોંધણી કરાવવી પડશે.પરંતુ આ મર્યાદાની અંદર જેનું ઓછું ટર્ન ઓવર હશે તેવા ધંધાદારીઓ માટે જીએસટી મરજિયાત રહેશે.
 
92 ટકા કરદાતાઓ GSTમાં માઇગ્રેટ કરાયા

જૂના કરદાતા અગાઉ જે પ્રણાલિથી ટેક્સ વેટ,એક્સાઇઝ કે સર્વિસ ટેક્સના દાયરામાં રહી વેરો ભરતા હતા તેવા ટેક્સ પેયર્સની નોંધણી જીએસટીમાં કરાઇ છે.આ તમામ મળીને જિલ્લામાં 92 ટકા જેટલા કરદાતાઓ જીએસટીમાં માઇગ્રેટ કરાયા છે.
 
GSTની નોંધણી કરાતા 3 દિ‘માં નંબર મળશે

જીએસટી માટે જાગૃતિ અભિયાન વલસાડ જિલ્લાના શહેર અને તાલુકા કક્ષાએ કરાયા છે.જીઅેસટીની નોંધણી કરાવવાનું સરળ છે.તેના માટે અરજીઓની નોંધણી કરાયા બાદ માત્ર 3 દિવસમાં જીએસટી નંબર મળી જાય છે.-  એસ.વી.વોરા,નાયબ વાણિજ્યક વેરા કમિશ્નર,વલસાડ જિલ્લા
 
30 દિવસમાં નંબર લેવો પડશે
 
જે વ્યવસાયકારોનું ટર્નઅોવર રૂ.20 લાખની સીમા વટાવે કે તરત જ તેમણે જીએસટી નોંધણી કરાવવી પડશે.આ નોંધણી કરાવવા માટે 30 દિવસમાં કરાવવાની રહેશે.30થી 35 ટકા જેટલા વેપારીઓ વેરાની જવાબદારીમાંથી મુક્ત થશે.
અન્ય સમાચારો પણ છે...