તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડ: ગણિતના પેપરમાં ગૃપ બીએ વિદ્યાર્થીઓને મથાવ્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડ: ધોરણ 10 અને ધોરણ 12 ની પરિક્ષામાં ગણિતનું પેપર સોમવારે સારું જતાં વિદ્યાર્થીઓને ગણિતના હાવમાંથી થોડી રાહત થઇ હતી. બંને ધોરણમાં ગણિતનું ગૃપ એનું પેપર ખુબ સહેલું લાગ્યું હતુ. જ્યારે ગૃપ બીમાં બે પ્રશ્નો ટ્વીસ્ટ કરીને પુછાતાં વિદ્યાર્થીઓ થોડા ગુંચવાયા હતા.ધોરણ 10 અને 12 સયાયન્સના ગણિતના પેપરમાં બે સવાલો સિવાય તમામ સવાલો કોર્ષમાંથી જ પુછાયા હોય, વિદ્યાર્થીઓને પ્રમાણમાં પેપર સહેલું લાગ્યું હતુ.
  ગત વર્ષ કરતાં આ વર્ષનું પેપર સારું હોવાનો મત વિદ્યાર્થીઓએ આપ્યો હતો. જેને લઇ ગણિતનું પેપર પૂર્ણ થતાં વિદ્યાર્થીઓને ભારે રાહત મળી હતી.   સોમવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું અર્થશાસ્ત્રનું પણ પેપર હતુ. જેમાં ગૃપ એમાં થોડા ટ્વીસ્ટ સવાલો રહ્યા હતા. જ્યારે ગૃપ બી એકંદરે સરળ રહ્યું હતું. સોમવારે ધો. 10ની ગણિતની પરીક્ષામાં 4945 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જયારે 1133 ગેરહાજર રહ્યા હતાં. ધો. 12 સામાન્ય પ્રવાહના અર્થશાસ્ત્ર પેપરમાં 13488 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 398 ગેરહાજર હતાં. 12 વિ.પ્ર.માં 3664 વિદ્યાર્થીઓ હાજર હતાં. જયારે 54 ગેરહાજર.

એકંદરે પેપર સરળ રહ્યું હતુ
 
ગણિતના પેપરમાં એકાદ બે સવાલો કોર્ષની બહારથી પુછાયા હતા. આ સિવાય તમામ સવાલો અટપટા ન હોય એકંદરે પેપર સારું રહ્યું હતુ - કિર્તન ગુપ્તા, વિદ્યાર્થી ધોરણ 10, વલસાડ.
 
( તસવીર - ચેતન મહેતા )
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો