તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપી નહીં પણ ચણોદ સૌપ્રથમ ફ્રી WiFi ગામ બનશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપી: વાપી પાલિકાના એક કાર્યક્રમમાં તત્કાલિન કલેકટરે વાપી શહેરને વાયફાઇથી સજજ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ હજુ સુધી આ પ્રોજેકટ આગળ વધ્યોનથી, પરંતુ વાપી શહેરને અડીને આવેલાં ચણોદ ગામને ફી વાયફાઇ બનાવાની કવાયત હાથ ધરાઇ છે. જેના કારણે ઇ-પેમેન્ટ,ઇન્ટરનેટ કનેકટિવિટી સહિતની અનેક સુવિધા ગ્રામજનોને મળી રહેશે. નાનું ચણોદ ગામ વાયફાઇ બનવાની તૈયારી છે,
 
વાપી પાલિકા વિસ્તારને વાયફાઇની કનેકટિવિટીથી જોડવાની જાહેરાતો કરાઇ હતી. બે વર્ષ અગાઉ વાપી પાલિકાના એક કાર્યક્રમમાં ખુદ તત્કાલિન કલેકટર ડો.વિક્રાંત પાંડેએ વાપી શહેરને વાયફાઇના નેટવર્કથી જોડવા અંગેનો દાવો કર્યો હતો. માજી પાલિકા પ્રમુખ હાર્દિક શાહે પણ આ પ્રોજેકટમાં રસ દાખવ્યો હતો, પરંતુ આજદિન સુધી આ પ્રોજેકટમાં કોઇ પ્રક્રિયા આગળ વધી નથી. ત્યારે વાપી શહેરને અડીને આવેલાં ચણોદ ગામને વાયફાઇના નેટવર્કથી જોડવાના પ્રયાસો શરૂ થયાં છે.  ચણોદ ગ્રામ પંચાયત દ્વારા 14માં નાણાપંચની  સેવા કેટેગરીની ગ્રાન્ટમાંથી આ પ્રોજેકટ હાથ ધરવામાં આવશે. આ પ્રોજેકટના કારણે ચણોદના ગ્રામજનોને ઇન્ટરનેટની ફી સેવા મળી રહેશે.
 
એપ્રિલમાં વાયફાઈનો પ્રોજેકટ પૂર્ણ થશે

ચણોદ ગ્રામ પંચાયત દ્વારા ચણોદને ફી વાયફાઇ ગામ બનાવાનો પ્રયાસ ચાલી રહયો છે. અમુક શરતોના આધિન આ પ્રોજેકટ હાથ ધરાશે.  અમરનગર,ભુલાનગર, કોળીવાડ,કે.કે.કંપાઉન્ડ, સાંઇનગરમાં મુખ્ય કેન્દ્ર રહેશે. એપ્રિલ માસના અંત સુધીમાં વાઇફાઇનો પ્રોજેકટ પૂર્ણ કરવામાં આવશે. - જીતુભાઇ માહ્યાવંશી ,સરપંચ,ચણોદ ગામ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો