તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખડોલીમાં પાંચની અટક કરાતા ગ્રામજનો વિફર્યા, વાતાવરણ તંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેલવાસ: દાદરા નગર હવેલીના ખડોલી ગામના લોકો દ્વારા એક અઠવાડિયાથી ઘન કચરો નાંખવા બાબતે વિરોધ કરાય રહ્યો હતો. જે સંદર્ભે બુધવારે સવારમાં જ ગ્રામજનોએ ચાર રસ્તા નજીક ચક્કાજામ કરી દેતાં પોલીસ અને પ્રશાસન દોડતું થઇ ગયું હતું.


આ ઘટના દરમ્યાન પોલીસ દ્વારા 5 યુવાનોને ટોળામાંથી પકડી લઇ પોલીસ ચોકી પર લઇ ગયા હતા. ત્યારબાદ પ્રસાશન દ્વારા પોલીસ કાફલો ખડકી દેવાતા ગ્રામજનો રસ્તા પરથી ઉઠી એક મેદાનમાં ભેગા થયા હતા. જ્યાં તેઓએ એકઠા થઇ મિટિંગ કરી હતી. ત્યારબાદ ફરી રેલી સ્વરૂપે ખડોલી પોલીસ સ્ટેશન નજીક ગ્રામજનોનું ટોળું આવ્યંુ હતુ. તેઓ દ્વારા સૂત્રોચ્ચાર કરાયા હતા, કે ‘અમારા ગામમાં કચરો નાંખવાનુ બંધ કરો બંધ કરો’ જેને લઇ વાતાવરણ તંગ બન્યું હતું.


આ ગ્રામજનોને સમજાવવા માટે પોલીસ અધિકારીઓ અને મામલતદાર ટી.એસ.શર્મા દ્વારા ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ ગામવાળાઓએ માંગણી કરી હતી કે, અમારા ગામના યુવાનોને જે પકડી લઇ ગયા છે. તેઓને અહીં હાજર કરો અને અમને લેખિતમાં બાંહેધરી આપો કે, અમારા ગામમાં કચરો નાંખવાનો બંધ કરવામાં આવે આ સીલસીલો આખો દિવસ ચાલ્યો હતો. ત્યારબાદ ખાનવેલ આરડીસી નિલેશ ગુરવ આવ્યા હતા.


તેઓ દ્વારા ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.અને જણાવ્યું હતું કે, પ્રસાશનના અધિકારીઓ દ્વારા મિટિંગ યોજાઇ હતી. તેમાં નક્કી કરાયું હતું કે, આ ઘનકચરો આપના ગામમાં નાંખવાનું બંધ કરાશે પરંતુ એના માટે અમોને ચાર મહિનાનો સમય આપો એ સમય દરમ્યાન યોગ્ય માર્ગ કાઢવામાં આવશે, ત્યારબાદ ગ્રામજનોએ શરતોને આધીન સમાધાન કરવામા આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...