તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રજ્ઞાચક્ષુઓને રાહત: હવે વલસાડમાંથી આંખ મળી રહેશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડ: વલસાડમાં આંખની બિમારી અને તેના ઓપરેશન માટે આરએનસી આઇ હોસ્પિટલ સમગ્ર દક્ષિણ ગુજરાત અને ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રના જિલ્લામાં પણ ખુબ જાણીતી છે. જોકે, હવે આંખની બિમારી ઉપરાંત નવી આંખ મેળવવા અને આંખના ડોનેશન માટે વલસાડમાં આઇ બેંક બનવા જઇ રહી છે. લાયન્સ ક્લબ ઓફ વલસાડ તિથલ રોડ દ્વારા રૂ. 1 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ સિદ્ધ થઇ રહ્યો છે. જેમાં આંખ દાનમાં મેળવી તેના પ્રત્યારોપણનું કાર્ય પણ વિના મુલ્યે કરવાની સુવિધા ઉભી થઇ રહી છે.

રૂ. 1 કરોડના ખર્ચે આઇ બેંકનો પ્રોજેક્ટ સાકાર થશે

વલસાડમાં જ્યારે પણ કોઇએ આંખનું દાન કરવું હોય, તો તેને વલસાડમાંથી નવસારી આઇ બેંકમાં પહોંચાડવી પડતી હતી. જેનો મોટો લાભ વલસાડ અને નવસારીના લોકો લઇ રહ્યા હતા, પરંતુ હવે આ આઇ બેંક વલસાડમાં બનવા જઇ રહી છે. લાયન્સ ક્લબ તિથલ રોડ અને આરએનસી આઇ હોસ્પિટલના સહિયારા પ્રયાસથી આ પ્રોજેક્ટ સાકાર થઇ રહ્યો છે. આ આઇ બેંક આરએનસી હોસ્પિટલમાં બની રહી છે. જેના માટે તેમણે 1 હજાર સ્ક્વેરફૂટની જગ્યા પણ ફાળવી છે.

આંખની જાળવણી કરી તેનું પ્રત્યારોપણ પણ કરાશે

આઇ બેંકમાં વલસાડ અને દમણ સેલવાસમાંથી દાનમાં અપાયેલી આંખની જાળવણી કરી તેનું પ્રત્યારોપણ પણ અહીં જ કરાશે. આ તમામ સેવા આઇ બેંક અને આરએનસી દ્વારા વિના મુલ્યે અપાશે. વલસાડમાં આ બેંક એપ્રિલથી શરૂ કરી દેવાય એવી ગણતરી  થઇ રહી છે.
 
(તસવીરો: ચેતન મહેતા, વલસાડ)
તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો