તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્મૃતિ ઇરાની હસ્‍તે વિકાસ કામોનું ખાતમુહુર્ત, ઉદવાડા બનશે ડીજીટલ ગામ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપી: જનતાને સાથે રાખીને તેમના ગામમાં તેમના જ વિસ્‍તારમાં અને તેમના હસ્‍તે વિકાસ કામોનું ખાતમુહુર્ત કરાય એ જ આદર્શ ગામની ઓળખ છે. વડાપ્રધાનના ડીજીટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા ઉદવાડા ગામને સંપૂર્ણ વાઇફાઇ કનેકટીવીટીથી જોડી દેવાશે. તેમજ સીસીટીવી કેમેરાથી સજજ કરાશે. આ શબ્દો રવિવારે ઉદવાડા ગામની મુલાકાતે આવેલાં કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઇરાનીએ કહયા હતાં.

પારસીઓના પવિત્ર તીર્થસ્થ‌ળ ઉદવાડા ગામને કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઇરાનીએ દત્તક ગામ તરીકે લીધું છે. રવિવારે સવારે 10 કલાકે સ્મૃતિ ઇરાની ઉદવાડા ગામ ખાતે આવી પહોંચ્યાં હતાં. સૌ પ્રથમ તેમણે વિવિધ વિસ્તારોના ખાતમુહૂર્ત કર્યા હતાં. ત્યારબાદ સોડ ફળિયામાં એક જાહેર સભાને સંબોધતાં કાપડમંત્રી સ્‍મૃતિ ઇરાનીએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાને આદર્શ ગામની પરિકલ્પનાને પુરી કરવા સાંસદો દ્વારા લેવાયેલા દત્તક ગામોમાં ગામલોકો અને પ્રતિનિધિઓને સાથે રાખીને તેમની જરૂરીયાત મુજબના વિકાસ કામો કરવામાં આવે ત્યારે લોકોના સાથ સહકારથી વિકાસ કામો ખૂબજ ઝડપથી થાય છે.

વડાપ્રધાનના ડીજીટલ ઇન્ડીયાના સ્વપ્નને સાકાર કરવા ઉદવાડા ગામને સંપૂર્ણ વાઇફાઇ કનેકટીવીટીથી જોડી દેવામાં આવશે. આ પ્રસંગે પારડી ધારાસભ્ય અને વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઇ દેસાઇએ પણ પ્રાંસગિક પ્રવચન આપ્યું હતું. આ કાર્યક્રમમાં પારસી સમુદાયના વડા ખુરશેદજી દસ્તુર, સાંસદ ડૉ.કે.સી.પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ જીતેન્દ્રભાઇ ટંડેલ, કલેકટર રેમ્યા મોહન સહિત અનેક મહાનુભાવો હાજર રહયા હતાં. આભારવિધિ આર.સી.પટેલે કરી હતી.

ઉદવાડા ગામમાં શું-શું બનશે

ઉદવાડા ગામમાં વિકાસ કામોમાં તળાવનું બ્યુટીફિકેશન,બસ સ્ટેન્ડ, આંગણવાડીનું મકાન, ટોઇલેટ બ્લોક, ક્રિકેટ મેદાન, ગાર્ડન, પીએચસી, મચ્છી માર્કેટ,સ્ટ્રીટ લાઇટ, સીસીટીવી, વાઇ-ફાઇ, હાઇસ્કૂલનું મકાન, આરસીસી રોડ તેમજ સ્મશાન ગૃહનો સમાવેશ થાય છે.
 
( તસવીર - હિમાંશુ પંડ્યા )
 
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો