તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપંગ યુવતી સાથે એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ દુષ્કર્મ કરી ક્લીપ ઉતારી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડ: વલસાડની એક હેન્ડીકેપ્ટ યુવતી સાથે ફેઇસબુક પર મિત્રતા કેળવી એન્જિનિયરીંગમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ વલસાડની એક હેન્ડીકેપ્ટ યુવતીને સ્કૂટર પર લિફ્ટ આપી ઘરે મુકવાનું જણાવી તીથલ દરિયા કિનારાના અવાવરૂ મકાનમાં લઇ ગયો હતો. જ્યાં તેણે આ યુવતી સાથે દુષ્કર્મ આચરી તેની ક્લિપ ઉતારી હતી. એવી એક ફરિયાદ હેન્ડીકેપ્ટ યુવતીએ વલસાડ સિટી પોલીસ મથકે કરી છે. હેન્ડીકેપ્ટ યુવતી સાથે બનેલી આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડમાં રહેતી એક શારિરીક વિકલાંક યુવતીએ કરેલી ફરિયાદમાં જણાવ્યું કે, ગત વર્ષે ટ્યુશન જતી હતીત્યારે તેની મિત્રતા અભિષેક પાંડે નામના યુવાન સાથે થઇ હતી.
દરિયા કિનારાના આવાવરૂ મકાનમાં લઇ ગયો અને દુષ્કર્મ આચર્યું
આ યુવાનને તે ઓળખતી થઇ હતી. બે દિવસ અગાઉ તેણી વલસાડ તીથલ રોડ પરથી ચાલતી ચાલતી આવતી હતી ત્યારે અભિષેક પાંડે નામના આ યુવકે તેણીને ઘરે મુકી જવા જણાવ્યું હતુ. પોતે તેને ઓળખતી હોય તેની સાથે સ્કૂટર પર બેસી ગઇ હતી. ત્યારે અભિષેક તેને ઘરે નહીં, પરંતુ તીથલ લઇ ગયો હતો. આ દરમિયાન તેણે પ્રતિકાર કરતાં તેનો ફોટો પાડ્યો હોવાનું જણાવી તેને ડરાવી હતી. ત્યારબાદ યુવાન તેને તીથલ ભાગ્યશ્રી હોટેલ પાછળના ભાગે આવાવરૂ ખંડેર મકાનમાં લઇ ગયો હતો અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતુ. તેમજ આ દુષ્કર્મની તેના મિત્ર પાસે ક્લિપ ઉતારાવી હતી. આ ઘટના બાદ તેણીએ પોતાના ઘરે આવી માતાપિતાને સમગ્ર ઘટના જણાવી હતી. પ્રથમ દિવસે તેઓ ખૂબ ડરી ગયા હતા, પરંતુ બે દિવસ પછી તેઓ હિમત કરી પોલીસ ફરિયાદ કરવા આવ્યા હતા. આ બનાવ સંદર્ભે પોલીસે વલસાડ સિટી પોલીસે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ક્લિપ ઉતારી યુવાને 5 હજારની માંગણી કરી

હેન્ડીકેપ્ટ યુવતી સાથે દુષ્કર્મ આચર્યા પછી રેલવે યાર્ડમાં રહેતે અભિષેક પાંડેએ ક્લિપીંગ ઇન્ટરનેટ પર વાયરલ કરી દેવાની ધમકી આપી 5 હજારની માંગણી કરી હતી. ત્યારે બ્લેકમેલ થવા સામે યુવતી અને તેના પરિવારે હિમત દાખવી પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લીધો અને ફરિયાદ કરી દીધી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો