પાણીની લાઇન લીકેજથી લોકો તરસ્યા, બે કિમી દૂર સુધી ફાંફાં મારતી મહિલાઓ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: અતુલ નજીક આવેલ દિવેદ ગામના રહીશોની કસરત ઉનાળામાં વધી જતી હોય છે. અહી સૌથી મોટી સમસ્યા પાણીની તંગી છે. અને ઘરની મહિલાઓએ એક કી.મી.દુર બળ-બળતા તડકામાં ચાલીને પાણી ઘરે લાવવું પડી રહ્યું છે.

દિવેદમાં ઘણા સમયથી મુખ્ય પાણીની લાઈનમાં ભંગાણ

અતુલ નજીક આવેલ દિવેદ ગામમાં છેલ્લા ઘણા સમયથી દિવેદ મુખ્ય પાણી યોજના થકી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. ત્યારે ઉનાળાની શરૂઆત્માજ યોજનાની મુખ્ય પાઈપ લાઈન માં ભંગાણ પડતા અહીના રહીશો પાણી માટે તરસ્યા બની ગયા છે. અહી બોરમાં આવતું પાણી ખારું થઇ ગયું હોવાને કારણે પીવામાં કે વપરાશમાં રહીશો લઇ શકતા નથી. ત્યારે ગામના રહીશો અને સરપંચ દ્વારા આ અંગે વારંવાર તંત્રને રજુઆતો કરવામાં આવી છે. પરંતુ બહેરા તંત્રના કાને ગામના લોકોનો અવાજ પહોચી ન શકતો હોય એમ પ્રતીત થઇ રહ્યું છે. બીજી તરફ હાલ છેલ્લા ઘણા સમય થી અહી દીવેદ મુખ્ય પાણી યોજનાની પાઈપ લાઈનમાં ભંગાણ પડ્યું છે. જેના રીપેર માટે સરપંચ દ્વારા વારંવાર પાણી પુરવઠા વિભાગના કોન્ટ્રાકટરને જાણ કરવામાં આવી હોવા છતાં કોન્ટ્રાકટર ગામમાં ન આવી રહ્યાની ફરિયાદ સરપંચે કરી હતી.

કોન્ટ્રાકટરને બોલાવવા છતાં આવતા નથી

પાણીની મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ પડ્યું છે. જેના કારણે પાણી ઘરેઘર પહોચાડી શકતા નથી. બીજીતરફ તમામના બોર ખારા થઇ ગયા છે. જેના કારણે ગામની મહિલાઓએ વેઠવું પડી રહ્યું છે. પાણીની લાઈનમાં પડેલા ભંગાણ માટે વારંવાર કોન્ટ્રાકટરને જાણ કરવા છતાં આવતા નથી. - હેમાંશુ પટેલ, સરપંચ
અન્ય સમાચારો પણ છે...