તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યામાં ઘટાડો થયો હોવાનો દાવો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: વલસાડ જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યામાં ઘટાડો થયો હોવાનો દાવો આઇસીડીએસ વિભાગે કર્યો છે. જિલ્લામાં આવેલી 1860 આંગણવાડીઓમાં 0 થી 6 વર્ષની વયના 1.22 લાખ જેટલા બાળકો નોંધાયા છે.જોકે દૂધ સંજીવની યોજના, મિશન બલમ સુખમ યોજના, બાલશકિત કેન્દ્ર અન્ન પ્રાસન ડે, ટીએચઆર, મમતા દિવસ, ફળ વિતરણ, ગરમ નાસ્તો સહિત પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરાતો હોવા છતાં કુપોષિતતાને સંપૂર્ણ રીતે નિવારી શકાયો નથી. પૈકી હાલે જિલ્લામાં 6019 જેટલા કુપોષિત અને અતિકુપોષિત બાળકો નોંધાયા છે. જેમાં 5279 કુપોષિત અને 740 અતિકુષિત બાળકોનો સમાવેશ થાય છે.
- જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યામાં ઘટાડો થયો હોવાનો દાવો
- જિલ્લામાં 6019 કુપોષિત-અતિકુપોષિત બાળકો નોંધાયા
- ધરમપુર તાલુકામાં સૌથી વધુ 1593 કુપોષિત બાળકો નોંધાયા

સૌથી વધુ 1593 કુપોષિત બાળકો ધરમપુર તાલુકામાં અને સૌથી વધુ અતિકુપોષિત 234 બાળકો પણ ધરમપુર તાલુકામાં નોંધાયા છે. નોંધનિય છે કે 2012ના વર્ષમાં હૈદ્રાબાદમાં કુપોષણ અને ભુખમરો વિષય પર યોજાયેલા એક કાર્યક્રમમાં તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંઘે કુપોષણને રાષ્ટ્રીય શરમ ગણાવી હતી. ત્યારબાદ વલસાડ જિલ્લાના તત્તકાલીન ડીડીઓ પી.ભારથીએ તમામ વિભાગોને સાંકળી રાજયમાં પ્રથમ પ્રોજેકટ હમની રચના કરી હતી. જેના પગલે જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો હતો.
કુપોષણના કારણો
કાર્બોહાઇટેડ, પ્રોટીન, ચરબી, વિટામીન ત્તત્વો અને પાણી આ ઘટકો પૈકી એક કે વધુ ઘટકોની ઉણપ હોય તો તેને કુપોષણ કહેવામાં આવે છે. દૈનિક પોષણ આહારની અપુરતી માત્રા, વધુ બા‌ળકો, લામાજીક રૂઢીગત માન્યતાઓ, બિમારી સારવારમાં અંધશ્રધ્ધા, વ્યસન, બાળરોગો અંગે અપુરતી તબીબી સુવિધા, બાળલગ્ન, પીવાના સ્વચ્છ પાણીની સમસ્યા, સાક્ષરતાનું ઓછું પ્રમાણ, ગરીબી સ્થળાંતર ઉપરાંત આર્થિક અને સામાજીક પરિસ્થિતિ સાથે સંકળાયેલી સમસ્યા છે.
આંગણવાડીઓની માહિતી જ વિભાગ પાસે નથી

અન્ય સમાચારો પણ છે...