ધરમપુરમાં ભારે પવનથી ઠેરઠેર વીજપોલ તૂટતા અંધારપટ છવાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ધરમપુરમાં ભારે પવનથી ઠેરઠેર વીજપોલ તૂટતા અંધારપટ છવાયો
- 55 થી 60 વીજપોલ તૂટી ગયા હોવાથી ભારે હાલાકી

ધરમપુર: ધરમપુર વિસ્તારમાં તાજેતરમાં ચક્રવાતની સાથે ભારે વરસાદથી ઠેરઠેર અસંખ્ય વૃક્ષો વીજલાઇન પર પડી માર્ગ ઉપર ધરાશાયી થવાની માહિતી પ્રાપ્ત થઇ છે. ઠેરઠેર મોટી સંખ્યામાં વીજપોલ તૂટી જતા મહત્તમ ગામો અંધારપટ હેઠળ થતા તંત્ર દોડતું થઇ ગયું હતું.ધરમપુર વિસ્તારમાં તાજેતરમાં ચક્રવાતની સાથે ભારે વરસાદને પગલે જંગલ વિસ્તારમાં મોટી સંખ્યામાં વીજપોલો તૂટી ગયા હતા. જેને પગલે જંગલ વિસ્તારના મહત્તમ ગામોમાં અંધારપટ છવાઇ જતા તંત્ર દોડતું થઇ ગયુ છે. ધરમપુરના સબડીવિઝન-1 વિસ્તારમાં આવતા ગામોમાં 27 વીજપોલ અને સબ-ડીવિઝન-2 (બોપી) વિસ્તારમાં આવતા ગામોમાં 55 થી 60 વીજપોલ તૂટી ગયાની માહિતી પ્રાપ્ત થઇ છે.

જેને પગલે મહત્તમ ગામોમાં અંધારપટ છવાઇ જતા ગ્રામજનોની હાલત કફોડી થઇ ગઇ છે.પ્રાપ્ત માહિતી અનુસાર ચક્રવાતને કારણે ગતવર્ષની સરખામણીમાં આ વર્ષેનું નુકસાનીનો આંકડો મોટો છે. વીજકંપનીના કર્મચારીઓ, કોન્ટ્રાકટરના માણસો સમારકામની કામગીરીમાં જોતરાય ગયા છે. અસંખ્ય વૃક્ષો ધરાશાયી થતા વીજપોલ તૂટતા, વીજતારો તૂટતા વિસ્તારમાં ભારે નુકસાન થયું છે. મળતી માહિતી મુજબ હજુ પણ ઠેરઠેર વૃક્ષો ધરાશાયી થઇ રહયા છે. તેમજ સાથે વરસાદ ચાલુ હોય વરસાદી ઝાંપટા સમારકામની કામગીરીમાં અડચણ તેમજ બાધારૂપ બની રહયા છે.

ધરમપુર વિસ્તારના બોપી, ચાસમાંડવા, સજનીબરડા, જાગીરી, નડગધરી, તણસીયા, હનમતમાળ સહિત મહત્તમ ગામો વિજળી વિહોણા બની ગયા છે. સબડીવિઝન-2 (બોપી)માંથી મળતી માહિતી મુજબ 11 કે.વી. બારસોલ ફીડર પર જાગીરી ટેપીંગ પર સૌથી વધુ સાયકલોનની અસર થઇ છે. જેમાં સૌથી વધુ 20 વીજપોલની મેઇન લાઇન ડેમેજ થઇ છે. જેને કારણે જાગીરી, ચાસમાંડવા સજનીબરડા, નડગધરી ગામોમાં પાવર સપ્લાય થાય છે. વીજ કર્મચારીઓની સાથે કોન્ટ્રાકટરના માણસો ઉપરોકત 20 ડેમેજ પોલને રી-સ્ટોરની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. જેથી શકય હોય તેટલી જલ્દી આ વિસ્તારોમાં વીજપુરવઠો ચાલુ થઇ શકે. ધરમપુર સબ-ડીવિઝન-1 તથા સબ-ડીવિઝન-2 (બોપી)માં સમાવિષ્ટ મહત્તમ ગામોમાં અંધારપટની િસ્થતિમાં મુકાયેલ ગ્રામજનોની હાલત કફોડી બની છે.જોકે વીજકંપની દ્વારા સમારકામનું કામ હાથ ધરાયું છે. જેથી આ વિસ્તારોમાં પુન: વીજપુરવઠો જલ્દી શરૂ થઇ શકે.
શકય હોય તેટલા જલ્દી સમારકામ કરાશે
બોપી સબડીવિઝનની અંદર આવતા ગામોમાં પહેલા સાયકલોન વખતે 55 થી 60 વીજપોલ ડેમેજ થયા હતા. અને હાલમાં 35 થી 40જેટલા પોલ ડેમેજ થયા છે. જેમાં સૌથી વધુ અસર બારસોલ ફીડરમાં 25 પોલ, ફલધરા લાઇન પર મુખ્ય લાઇનના 5 પોલ તેમજ બામટી વિસ્તારમાં 5 પોલ તૂટી ગયા છે. જેની રી-સ્ટોરની કામગીરી ચાલુ છે, શકય હોય તેટલી જલ્દી સમારકામ કરી પુરવઠો ચાલુ કરવામાં આવશે.> આઇ.સી.પટેલ, નાયબ ઇજનેર, બોપી સબડિવિઝન
અન્ય સમાચારો પણ છે...