તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરમપુર અકસ્માત: એક સાથે 7ની અંતિમયાત્રાથી ગામ હિબકે ચઢ્યું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધરમપુર: તામછડીની જીપ પલ્ટી ખાવાના પગલે સર્જાયેલી  સાત યુવકોના મોતની કરૂણાંતિકાએ સહુના હદયને હચમચાવી દીધા છે. આ તમામ વારલી જાતીના અને એકજ ફળિયાના રહીશ મૃતક યુવકોની નીકળેલી વિશાળ સ્મશાન યાત્રામાં સ્થાનિક તેમજ આસપાસના લોકો વિશાળ સંખ્યામાં જોડાયા હતા. અબાલથી લઇ વૃધ્ધ પુરૂષો અને મહિલાઓના હીબકા અને આક્રંદથી ગમગીની છવાઇ હતી. સાથે જોડાયેલા સરપંચો અને રાજકીય પદાધિકારીઓએ મૃતકો અને પરિવારજનો  પ્રત્યે સંવેદના પ્રગટ કરી હતી.
 
સોમવારે રાત્રે હાંડીઘાટ પર જીપ પલટી જતાં તામછડી ગામના 7ના મોત નિપજ્યા હતા
 
નાનીકોરવડ ગામેથી લગ્ન પ્રસંગ માટે પોતાના ગામની જીપમાં વાસણો, વેંગણ વગેરે ઉતારી તામછડીના 11 યુવકો પરત ફરી રહયા હતા. દરમિયાન હાંડીઘાટ પરથી પસાર થતી વેળા ચાલકે કાબુ ગુમાવતા જીપ પલ્ટી ખાઇ નીચેના બીજા ઘાટ ઉપર ફંગોળાઇ હતી. આ અકસ્માતમાં 7 યુવકોના સ્થળ ઉપર કમકમાટીભર્યા મોત નીપજયા હતા. જયારે રાહુલ શુકર અને નિતેશ ભીમજીને ગંભીર હાલતમાં ધરમપુરના સરકારી દવાખાને દાખલ કરાયા બાદ પ્રાથમિક સારવાર આપી તેમની હાલત ચિંતાજનક જણાતા વલસાડ સીવીલમાં રીફર કરાયા હતા. જયારે પ્રવિણ બાબલુ અને કાંતી બાબલુ નામક યુવકોને સામાન્ય ઇજા થઇ હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા નરેશ ગોપજી અને પ્રિતેશ ગોપજીના ભાઇ કમલેશ ગોપજીના સાસરા પક્ષમાં મંગળવારે લગ્ન હતા આ અકસ્માતમાં જીપ ચાલક કીરણ પંઢરે પણ જાન ગુમાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ચાલકની આશરે 25 વ્યકિતઓ ભરેલી જીપે અગાઉં પણ ઘાટ ઉપરથી પલ્ટી ખાધી હતી. જો કે તે સમયે તમામનો આબાદ બચાવ થયો હતો. આ કરૂણ ઘટનામાં અન્ય બે ભાઇઓ વિનોદ સુરેશ અને અરવિંદ સુરેશ પણ મોતને ભેટયા હતા.  વિનોદ સુરેશ પોતાની પાછળ 19 વર્ષીય પત્નિ અને બે માસના માસુમ પુત્રને કલ્પાંત કરતા છોડી ગયો છે. જયારે ગામના આશાસ્પદ યુવકો સીતારામ ભીમજી અને જયંતી જાન્યાના મોતના પગલે તેમના પરિવાર ભાંગી પડયો છે.  વરલાપાડા ફળિયાથી આ તમામ મૃતકોની નીકળેલી સ્મશાન યાત્રામાં સમગ્ર તામછડી ગામ તથા અસપાસના પંથકના લોકો જોડાયા હતા. તાલુકાના ભાજપ અગ્રણીઓ અરવિંદ પટેલ, મહેન્દ્ર ચૌધરી, ગણેશ બિરારી વિજય પાનેરીયા, કેશવ જાદવ તેમજ અનેક સરપંચો અને અગ્રણીઓએ ઉપસ્થિત રહી સંવેદના વ્યકત કરી હતી.  
 
( તસવીર - ચેતન મહેતા )
 
આગળ વાંચો વધુ વિગત...


અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો