તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટબંધીની અસર પિતાને નડી, બેંકમાં નાણા ભરવા દુબઇથી પુત્રને બોલાવશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી: વાપીના પરિવારે દિવાળી બાદ એક ફલેટ ખરીદવાનો બિલ્ડર સાથે સોદો કર્યો હતો. લોન મંજુર થયા બાદ વધારાના પૈસા ચુકવવા દુબઇ ખાતે રહેતા પોતાના પુત્રના ખાતામાંથી માતા-પિતાએ તબકકાવાર કુલ રૂ.2 લાખ ઉપાડયા હતા, પરંતુ નોટબંધીની જાહેરાતના પગલે માતા-પિતાએ રૂ.2 લાખ પોતાના ખાતામાં કે એનઆરઆઇ પુત્રના ખાતામાં જમા કરાવવા પ્રયાસો કર્યા હતા, પરંતુ બેન્કના સત્તાધિશોએ મોટી રકમ જમા કરાવવાની ના પાડી દીધી હતી.

માતા-પિતાએ તબકકાવાર કુલ રૂ.2 લાખ ઉપાડયા હતા

એનઆરઆઇ પુત્રએ દુબઇથી વાપી રૂબરૂ આવ્યા બાદ જ બેન્કમાં રકમ જમા થશે. વાપી જીઆઇડીસી ઉર્વિલ સોસાયટીમાં રહેતાં કૃનાલ ભગુભાઇ પટેલ પોતાની પત્ની સાથે છેલ્લા આઠ માસથી દુબઇ શારજહા નોકરી અર્થે સ્થાયી થયાં છે. કૃનાલના માતા અંબાબેન અને પિતા ભગુભાઇ પટેલે દિવાળી લાભપાંચમના તહેવારોમાં સનસિટી ટાવરમાં એક ફલેટ લીધો હતો. કુલ રૂ.26 લાખના ફલેટ સામે રૂ.16 લાખ જેટલી રકમની લોન મંજુર થઇ હતી. બાકીની રકમ બિલ્ડરને કેશ કે ચેકથી આપવાની હતી. જેને લઇ એનઆરઆઇ પુત્રએ પોતાના ખાતામાંથી પૈસા ઉપાડવા એટીએમ કાર્ડ મોકલાવતા માતા-પિતાએ તબકકાવાર કુલ રૂ.2 લાખ ઉપાડયા હતા.

ઓથોરીટી લેટર બતાવવા છતાં રૂપિયા લેવાની ના

નોટબંધીની જાહેરાતના પરિણામે માતા-પિતાએ પોતાના પુત્રના ખાતામાં રૂ.2 લાખ પરત નાંખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બેન્કે ઓથોરીટી લેટર માગતા પુત્રએ ઓથોરેટી લેટર મોકલાવ્યો હતો, પરંતુ રકમ મોટી હોવાથી બેન્કે ખાતેદારને રૂબરૂ બોલાવતા હાલ આ પરિવારને ભારે હાલાકી પડી રહી છે. કૃનાલના માતાપિતાએ પોતાના ખાતામાં પણ આ રકમ જમા કરાવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બેન્કના સત્તાધિશોએ રૂ.2 લાખની રોકડ એકી સાથે જમા કરાવવાની ના પાડતા હવે દુબઇથી વાપી સુધી કૃનાલે રૂબરૂ આવવું પડશે.
આગળની સ્લાઇડમાં વાંચો, કવોટ બેન્કમાં પાંચ-પાંચ આંટા ખાધા પછી પણ પૈસા જમા ન કર્યા....
અન્ય સમાચારો પણ છે...