તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંતકવાદીઓના અંધાધૂંધ ગોળીબાર વચ્ચે સોનવાડાની મહિલાનો બચાવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી: શ્રીનગરના અનંતનાગમાં બાલતાલ હાઇવે પર વલસાડની ઓમ ટ્રાવેલ્સની બસ પર આતંકવાદીઓના અંધાધૂંધ ગોળીબારમાં અનેક શ્રધ્ધાળુઓનો ચમત્કારી બચાવ થયો છે. આંતકવાદીઓએ નિશાને લીધેલી વલસાડની બસમાં પારડી તાલુકાના સોનવાડા વચલા ફળિયામાં રહેતાં ભાનુબેન ડાયાભાઇ પટેલ (ઉ.વ.55) હાજર હતાં. તેઓ ગણદેવીના ચંપાબેન પ્રજાપતિની બાજુમાં બેઠા હતાં. આંતકવાદીઓએ કરેલા ગોળીબારમાં ચંપાબેનને ગોળી વાગતા તેમનું સ્થળ પર મોત થયું હતું.
 
આડેધડ ફાયરીંગ થતા જ મારો જીવ અધ્ધર થઇ ગયો હતો
ભાનુબેન પટેલે નીચે નમી જઇ જીવ બચાવ્યો હતો. સોનવાડાના ભાનુબેન પટેલે જણાવ્યું હતું કે સતત ફાયરિંગથી માત્ર ફટાકડા ફુટતા હોય તેવું સૌ પ્રથમ લાગ્યું હતુ, પરંતુ કાચ તૂટતા જ સૌને ખબર પડી ગઇ હતી કે બસ પર હુમલો થયો છે. ગોળીઓનું અંતર મારા શરીરથી એકદમ નજીક હતું.મારી બાજુમાં બેસેલા ચંપાબેનને ગોળી વાગતાં એક સમયે જીવ અધ્ધર થઇ ગયો હતો, પરંતુ ડ્રાઇવરે બસ ચલાવી મુકી આર્મી કેમ્પમાં પહોંચતા અમને રાહત થઇ હતી.મૃતકો અને સુરક્ષિત બચેલા મુસાફરોને  શ્રીનગરથી  સુરત એરપોર્ટપર લાવવામાં આવ્યાં હતાં. ત્યાંથી અધિકારીઓએ પારડી સુધીની વ્યવસ્થા કરી આપી હતી.
 
અન્ય સમાચારો પણ છે...