તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરનાથ યાત્રા: મૃતકો અને ઈજાગ્રસ્તોને ખાસ વિમાન દ્વારા વતન લવાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: અમરનાથ યાત્રાએ ગયેલા શ્રદ્ધાળુઓ પર અનંતનાગમાં આતંકી હુમલો થયો હતો. જેમાં 7 યાત્રાળુઓના મોત થયા હતાં અને 19 જેટલા ઈજાગ્રસ્ત થયા હતાં. ઈજાગ્રસ્તો અને મૃતકોમાં મોટાભાગના દક્ષિણ ગુજરાતના વતની છે. ત્યારે મૃતકોને અને ઈજાગ્રસ્તોને શ્રીનગરથી એરફોર્સના સ્પેશિયલ એરક્રાફ્ટ સી-132 દ્વારા સુરત એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતાં. ત્યારે સુરત એરપોર્ટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શ્રદ્ધાંજલી આપી હતી. વલસાડ - દમણના મૃતકોને હેલિકોપ્ટર દ્વારા સુરત એરપોર્ટ પર લાવવામાં આવશે ત્યાર બાદ સબ વાહિની મારફતે તેઓના વતન મોકલાશે. 

સબ વાહિની મારફતે વતન મૃતદેહ મોકલાશે

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં થયેલા આતંકવાદી હુમલામાં મુત્યુ પામેલા વલસાડ - દમણના મૃતકોને હેલિકોપ્ટર દ્વારા સુરત એરપોર્ટ પર લાવવામાં આવશે. ત્યારબાદ સબ વાહિની મારફતે તેઓના વતન મોકલાશે. આ તમામ પાંચેય એમ્બ્યુલન્સમાં પાંચ સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરને તૈનાત કરવામાં આવ્યાં છે. અને તેમની દેખરેખ નીચે જ તમામ મૃતદેહને વતન મોકલવામાં આવશે.
 
હુમલામાં મૃત્યુ પામેલા યાત્રિકોને 10 લાખની સહાય

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જમ્મુ-કાશ્મીરમાં અનંતનાગ ખાતે અમરનાથ યાત્રિકોની બસ ઉપર થયેલા આતંકી હુમલામાં જાન ગૂમાવનારા કમનસીબ પ્રત્યેક યાત્રિકના વારસદારને રૂ. 10 લાખની સહાય રાજ્ય સરકાર તરફથી આપવાની જાહેરાત કરી છે. આ હુમલામાં ગુજરાતના 7 યાત્રિકોના મૃત્યુ થયા છે તથા 19 યાત્રિકો હુમલામાં ઇજાગ્રસ્ત થયા છે. વિજય રૂપાણીએ ઇજાગ્રસ્તોને રૂ. બે લાખની સહાયની તેમજ ઇજાગ્રસ્તોની સારવારનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે, તેની પણ જાહેરાત કરી છે.
બસના ડ્રાઈવરને મુખ્યમંત્રીએ ધન્યવાદ કહ્યા
 
અમરનાથ યાત્રીઓને સુરત એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતાં. ત્યારે મૃતકોને શ્રદ્ધાંજલિ અને ઈજાગ્રસ્તોના ખબર અંતર પુછવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સુરત એરપોર્ટ પર હાજર રહ્યા હતાં. વિજય રૂપાણીએ આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલી આપતા જણાવ્યું હતું કે, સાતના મૃતદેહ અને 19 જટેલા ઈજાગ્રસ્તો સાથે અરમનાથ યાત્રીઓને એરફોર્સના સ્પેશિયલ એરક્રાફ્ટથી સુરત લાવવામાં આવ્યા હતાં. આ મૃતકોના પરિવારજનોને 10 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી અને ઈજાગ્રસ્તનોને 2-2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. બસના ડ્રાઈવર સલીમને યાત્રીઓને સલામત સ્થળે લઈ જવા બદલ ધન્યવાદ કહ્યા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્તો અને તેના પરિવારને મળ્યા હતા.
 
કિરણ હોસ્પિટલ ઉઠાવશે ઈજાગ્રસ્તોની સારવારનો ખર્ચ
 
ઈજાગ્રસ્ત અમરનાથ યાત્રીઓને સુરતની કિરણ હોસ્પિટલમા વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે. એરપોર્ટ પર બે એમ્બુલન્સ અને ડોક્ટરની ટીમને તૈનાત કરી દેવામાં આવી હોવાનું કિરણ હોસ્પિટલના ટ્રસ્ટી ગોવિંદ ધોળકીયાએ જણાવ્યું હતું. 
 
નાયબ મુખ્યમંત્રી પણ હાજર રહ્યા
 
મુખ્યમંત્રી વિજય રૂપાણી અમરનાથ યાત્રિકો પર થયેલા હુમલામાં માર્યા ગયેલા યાત્રિકોના પાર્થિવ દેહને સુરત હવાઈ મથકે શ્રદ્ધાંજલી આપી હતી. અને શોક સંતપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. મુખ્યમંત્રી સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ અને મહામંત્રી ભરતસિંહ પણ સુરત એરપોર્ટ હાજર રહ્યા હતાં.
અન્ય સમાચારો પણ છે...