તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડ: દલિતો પર અત્યાચાર મુદ્દે જિલ્લા કોંગ્રેસનો વિરોધ, નીકળી વિશાળ રેલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડ: ઉના તાલુકાનાં સમઢિયાળા ગામે દલિતો પર અત્યાચાર અને રાજ્યમાં પણ દલિતો પર થતા જુલમના વધી રહેલા કિસ્સામાં સરકાર દ્વારા પગલા ન ભરાતા કોંગ્રેસે વિરોધ પર્દશન કરી રેલી કાઢી હતી. આ મુદે દલિતો પર અત્યાચારનાં કેસોમાં તપાસ કરાવવા અને વધતી જતી મોંઘવારી ઘટાડવાની માગ સાથે જિલ્લા એસસી સેલનાં કાર્યકરો સાથે કોંગ્રેસે પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગનાં વલસાડ જિલ્લાનાં કન્વીનર સહિત દલિત આગેવાનો ઉનામાં દલિતો પર થયેલા અત્યાચાર મુદે ભારે રોષ ઠાલવ્યો હતો.
આ અંગે વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે એસસી સેલ કમિટિનાં ચેરમેન રાજેશ રાઠોડની ઉપસ્થિતિમાં કોંગ્રેસનાં વલસાડનાં હોદ્દેદારો સાથે બેઠક થયા બાદ આવેદન પત્ર આપવાનું નક્કી થયું હતું.બુધવારે આ મુદે કોંગ્રેસ પ્રમુખ કિશનભાઇ પટેલ, જિ.પં. વિપક્ષ નેતા ભોલા પટેલ,શહેર કોંગ્રેસ પ્રમુખ નિતેશ વશી તેમજ દલિત સમાજનાં આગેવાનો અને મધુબેન સુરતી સહિત મહિલા આગેવાનોએ એકત્ર થઇ રેલી કાઢી હતી. કોંગ્રેસ કાર્યાલય ખાતેથી રેલી સ્ટેડિયમ રોડ થઇ હાલર રોડ અને તિથલ રોડ થઇ કલેકટર કચેરીએ બપોરે 12 વાગ્યે પહોંચી હતી. જ્યાં પ્રાંત અધિકારી ક્ષિપ્રા અગ્રેને આવેદન પત્ર આપી દલિતો પર થતાં અત્યાચાર બંધ કરવા અને મોંઘવારી નાબૂદીની માગ કરી હતી.
આગળ જુઓ વધુ તસવીર...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો