તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડની પરિસ્થિતિ વણસી રહી છે, વાઇરલ ફિવરના કેસોનો ભરાવો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: વલસાડ નગરપાલિકાના રોજમદારો હડતાલ પર બેઠા છે. શનિવારે તેમને 13 દિવસ થયા છે. આ 13 દિવસ દરમિયાન પાલિકાએ શહેરમાં સફાઇ તો કરી, પરંતુ અંતરિયાળ વિસ્તારમાં પાલિકાએ પહોંચવું મુશ્કેલ બની રહ્યું છે. જેના કારણે હવે શહેરમાં વાઇરલ ફિવરનું પ્રમાણ વધી રહ્યું છે. જોકે, વાઇરલ ફિવરના કેસો માત્ર ગંદકીના કારણે જ નહી, પરંતુ વાતાવરણમાં પલટાના કારણે પણ થઇ રહ્યા હોવાનું ડોક્ટરો જણાવી રહ્યા છે.
વલસાડ શહેર હાલ કચરાના ઢગ નીચે દબાઇ રહ્યું છે. શહેરમાં સફાઇ માટે 12 દિવસ બાદ જિલ્લાની અન્ય પાલિકાના કામદારો આવ્યા હતા. તેમના દ્વારા શહેરની સફાઇ તો થઇ રહી છે, પરંતુ હાલ શહેરના મુખ્ય વિસ્તારને જ આવરી લેવાઇ રહ્યા છે. હજુ પણ શહેરો 65 ટકાથી વધુ હિસ્સો સફાઇની માંગણી કરી રહ્યો છે. શહેરના લોકો હવે એક જ વાત કહી રહ્યા છે, સફાઇ કરો. આંતરિક રાજકારણ કોઇ પણ હોય, શહેરમાં ગંદકી ન ચલાવી લેવાય. રોજમદારો હડતાલ પર હોય, તો અન્ય કામદારોને બોલાવો, ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપો અને યેન કેન પ્રકારે શહેરની સફાઇ કરાવો એવી ભાવના લોકોમાં જોવા મળી છે. તેમજ શહેરના ડોક્ટરોમાં પણ સફાઇના મુદ્દે અપિલ થઇ રહી છે. તેમના જણાવ્યા મુજબ વાતાવરણ ઝડપથી બદલાઇ રહ્યું છે. ઉનાળાની શરૂઆત વહેલી થઇ ગઇ ઉપરાંત વચ્ચે ચોમાસું પણ આવી ગયું જેના કારણે માંદગીનું પ્રમાણ વધી રહ્યું છે. તેની સાથે સાથે શહેરની ગંદકી પણ જવાબદાર ઠરી રહી છે. ત્યારે વહેલી તકે શહેરની સફાઇ થાય એ જ સમયની માંગ છે.
આગળ ક્લિક કરો અને વાંચો આંતરિક રાજકારણમાં લોકો ભોગવી રહ્યા છે
અન્ય સમાચારો પણ છે...