તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપી: બે જુથો વચ્ચે 'બેન'ના મામલે વિખવાદ, પ્રોજેકટો અધૂરા છતાં CM વાપી આવશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપી: મુખ્યમંત્રી આનંદીબેન પટેલ 30 જુલાઇએ કપરાડા તાલુકામાં આવી રહયાં છે, જેની સાથે બેન વાપી પાલિકાના પ્રોજેકટોનું પણ લોકાર્પણ કરે તેવી તૈયારી શરૂ કરી દેવાઇ છે, પરંતુ પ્રોજેકટોની 100 ટકા કામગીરી પૂર્ણ થઇ નથી. જેના કારણે હાલ બે જુથો વચ્ચે બેનના મામલે વિખવાદ જોવા મળી રહયો છે, વાપી પાલિકાનું જુથ પ્રોજેકટોની કામગીરી સમયસર પૂર્ણ થઇ જશે એવો દાવો કરે છે, જયારે તેની હરિફનું જુથ કહે છે બેનને લાવવાની ઉતાવળ થઇ રહી છે, કારણ કે પ્રોજેકટો અધુરા હોવાથી તેની વિપરીત અસર પડી શકે છે, બે જુથો વચ્ચે વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે.
વલસાડ જિલ્લાના વન મહોત્સવના કાર્યક્રમમાં 30 જુુલાઇના રોજ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આવી રહયાં છે. મુખ્યમંત્રી સમક્ષ શકિત પ્રદર્શન કરવાની કેટલાક નેતાઓએ તૈયારી કરી છે. બેન કપરાડા તાલુકાની સાથે વાપી પાલિકાના પ્રોજેકટોનું લોકાર્પણ કરે તેવા પ્રયાસો છેલ્લા થોડા દિવસોથી ચાલી રહયાં હતા. જેને સફળતા મળતાં વાપી પાલિકાએ મુખ્યમંત્રીના કાર્યક્રમની તૈયારી શરૂ કરી દીધી છે, પરંતુ વાપી પાલિકાના નવા રેલવે અંડરબ્રિજ,સ્પોટર્સ કોમ્પ્લેક્ષ, સ્વિમંગપુલ ,લખમદેવ તળાવ સહિતના પ્રોજેકટો હજુ પૂર્ણ થયા નથી. જેના કારણે એક જુથ મુખ્યમંત્રીના આગમનને ઉતાવળથી લેવાયેલો નિર્ણય માની રહયાં છે, જયારે વાપી પાલિકાના જુથ દ્વારા આ તમામ પ્રોજેકટો 30 જુલાઇ સુધીમાં પૂર્ણ થઇ જશે એવો દાવો કરવામાં આવી રહયો છે. ટૂંકમાં મુખ્યમંત્રીના આગમન પૂર્વે જ બે જુથો વચ્ચે વિખવાદ બહાર આવી રહયો છે. આ વિખવાદ વચ્ચે મુખ્યમંત્રી વાપીના પ્રોજેકટોનું લોકાર્પણ કરશે કે નહી તે સવાલ હાલ શહેરીજનોના મનમાં પણ ઉઠી રહયો છે.
આ અંગે વધુ વાંચવા આગળ જુઓ વધુ તસવીર...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો