તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડ: સિવિલમાં હવે સસ્તી જીનેરિક દવા જ લખાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: સામાન્ય બજેટમાં મેડિકલ ક્ષેત્રમાં જીનેરિક દવાના 1500 સ્ટોર્સ ખુલશે એવી જાહેરાત કરવામાં આવી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય દવાઓના ખર્ચમાં દર્દીને રાહ મળી શકે છે. તેમજ કોસ્મેટીક્સ કે અન્યો કોઇ પણ ચીજ વસ્તુઓની જેમ જ દર્દી પણ પોતાની પસંદગીની બ્રાન્ડ અને આર્થિક રીતે પોષાય એવી બ્રાન્ડની દવા લઇ શકે તેનો છે. સામાન્ય રીતે ભારતમાં ખાનગી પ્રેક્ટિસ કરતા ડોક્ટરો આવી દવા લખે એવો નિયમ નથી, પરંતુ સરકારી દવાખાનાના ડોક્ટરો જીનેરીક દવા જ લખે એ જરૂરી બન્યું છે.
- સિવિલમાં હવે સસ્તી જીનેરિક દવા જ લખાશે
- સરકારના આદેશ છતાં વલસાડ સિવિલના કેટલાક ડોકટરો મોંઘી દવા લખે છે
- દિવ્ય ભાસ્કરના સવાલો પછી સિવિલ સર્જને કહ્યું કે નિયમનું સજ્જડ પાલન કરાવાશે

હજુ પણ વલસાડની સિવિલ હોસ્પિટલમાં કેટલાક ડોક્ટરો દ્વારા જીનેરીક દવા લખાતી નથી. ત્યારે દર્દીના લાભ માટે આ દવા લખાય એ હવે સિવિલ સંચાલકો કડક બને એ જરૂરી બન્યું છે.દવાનો ખર્ચ સમાન્ય મધ્યમ વર્ગીય પરિવારની કમ્મર તોડી રહ્યો છે. જોકે, હવે સસ્તી દવાનો વિકલ્પ પણ બજારમાં ઉપલબ્ધ છે. જેના માટે માત્ર લોક જાગૃતિની જરૂર ઉભી થઇ છે. ડોક્ટરો ભલે બ્રાન્ડેડ દવા લખી અાપે, પરંતુ મેડિકલ સ્ટોર્સમાં સસ્તી દવાની માંગણી કરી શકાય છે. વલસાડ અને વાપીમાં અનેક મેડિકલ સ્ટોર્સમાં હવે જીનેરિક(સસ્તી) દવા ઉપલબ્ધ થઇ રહી છે.

દવાના વેપારમાં વેચનાર અને ખરીદનાર વચ્ચે સલાહકાર અેટલે કે ડોક્ટરોનો પણ સમાવેશ થાય છે. ડોક્ટરો જે બ્રાન્ડ(કંપની)ની દવાનું સુચન કરે અે જ દવા દર્દી(ગ્રાહક)અે ખરીદવી પડતી હોય છે. જેના કારણે દર્દીની આર્થિક પરિસ્થિતિ ન હોય તેમ છતાં તેણે મોંઘી દવા ખરીદવી પડતી હોય છે. વલસાડ સિિવલ હોસ્પિટલમાં અનેક ડોક્ટરો એમઆરના પ્રલોભનથી કે, ઘણી વખત ગંભીર બિમારીમાં વિશ્વાસપાત્ર કંપનીની દવા આપવા માટે ખાનગી કંપનીની બ્રાન્ડ નેમ સાથેની દવાઓ લખતા હોય છે.
જીનેરિક દવા એટલે શું?
ટુથપેસ્ટ, ટેલ્કમ પાવડર, ક્રીમ જેવી કોસ્મેટિક ચીજ વસ્તુઓની જેમ દવાઓની પણ અનેક બ્રાન્ડ હોય છે. દવાઓની પ્રોડક્ટમાં તત્વ અેક જ હોય છે. જેની અસર અેક સરખી જ થતી હોય છે, પરંતુ કોસ્મેટિકની ખરીદીની જેમ દવાની ખરીદી ગ્રાહક પોતાની મરજીથી નથી કરી શકતો.
સસ્તી દવા પણ સારી હોય શકે
કોલેસ્ટ્રોલ માટે અનેક કંપનીઓ દવા બનાવે છે. હું વર્ષોથી કોલેસ્ટ્રોલની જે દવા લઉં છું તેનો ભાવ ~ 1 છે. આ જ તત્વની અન્ય કંપનીની દવા ~ 9 હોય છે, પરંતુ ~ 1 ના ભાવે મળતી દવા પણ એટલી જ અસરકારક છે. જે કંપનીઓ સારી હોય અને સરકારના નિયમોનું યોગ્ય પાલન કરતી હોય એવી કંપનીની દવા સારી જ હોય છે..> ડો. જનક પારેખ, સિન. પ્રાધ્યાપક, મેડિકલ કોલેજ, વલસાડ
સિવિલના ડોક્ટરોને પણ અનેક ગિફ્ટ
મેડિકલ રીપ્રેઝન્ટેટીવ દ્વારા ખાનગી ડોક્ટરોની જેમ સિવિલના ડોક્ટરોને પણ અનેક પ્રકારના પ્રલોભનો અપાતા હોય છે. આ પ્રલોભનોમાં રોકડ રકમથી લઇ ઘરવખરીની ચીજ વસ્તુ, પ્રવાસ કે ફેમિલી પાર્ટીઓનું પણ આયોજન થતું હોય છે. ખાસ કરીને ડોક્ટરોને દમણની કોકટેલ પાર્ટીઓ પણ કરાવાતી હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતુ.
સિવિલમાં જીનેરિક દવાઓ જ આપવી
સિવિલ હોસ્પિટલમાં જિનેરિક દવાઓ જ આપવી એવો આદેશ કરાયો છે. જો આ આદેશનો ઉલ્લંઘન થશે તો તેમની સામે પગલા લેવાશે. - નિતીન પટેલ, આરોગ્ય મંત્રી, ગુજરાત રાજ્ય
અન્ય સમાચારો પણ છે...