તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટીદાર સમાજ દિશા વિહીન: ચીમન સાપરિયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડ: વલસાડમાં શ્રીસૌરાષ્ટ્ર કડવા અને લેઉઆ પટેલ પાટીદાર સમાજ દ્વારા કેબિનેટ મંત્રી ચીમન સાપરિયાનાં અભિવાદન સમારોહમાં મંત્રીએ પાટીદાર સમાજ ખોટી દિશા તરફ આગળ ધપી રહ્યું હોવાની ટકોર કરતા હોલમાં સ્તબ્ધતા છવાઇ ગઇ હતી.ગત વર્ષે અનામત મુદ્દે ભાજપ સરકાર વિરૂધ્ધ પાટીદાર સમાજની ઐતિહાસિક રેલી નિકળી હતી પરંતુ તેનો ઉલ્લેખ કર્યા વિના હાલે સમાજનાં કેટલાક નેતાઓ દ્વારા થઇ રહેલા નેતૃત્વ સામે મંત્રીએ ભારે નિરાશા વ્યકત કરતા વલસાડ જિલ્લાના પાટીદારોએ ભૂતકાળનું પુનરાવર્તન ન થાય તેવી સમારોહમાં ખાત્રી આપવી પડી હતી.
અનામત આંદોલન મુદ્દે મંત્રીએ નારાજગી વ્યક્ત કરી
પાટીદાર ધારાસભ્ય ચીમનભાઇ સાપરિયાને કૃષિ અને ઉર્જા મંત્રાલયના કેબિનેટ મંત્રીનો સ્વતંત્ર હવાલો સોંપવા બદલ તેમના અભિવાદન સમારોહનું શુક્રવારે વલસાડનાં ધરમપુર ચોકડી સ્થિત સૌરાષ્ટ્ કડવા પટેલ સમાજનાં હોલમાં આયોજન કરાયું હતું. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઇ દેસાઇ,ધારાસભ્ય ભરતભાઇ પટેલ,,પ્રદેશ મંત્રી કિરણબેન પટેલ જિ.પ.પ્રમુખ જિતેન્દ્રભાઇ ટંડેલ,પાલિકા પ્રમુખો સોનલબેન સોલંકી,હાર્દિક શાહ વિગેરે હાજર રહ્યા હતાં.કડવા અને લેઉઆ પાટીદાર સમાજ દ્વારા મંત્રી સાપરિયાનું ઉષ્માભર્યું સન્માન કરાયા બાદ મંત્રીએ તેમના ઉદબોધનમાં સૌનો આભાર વ્યકત કરી રાજ્ય સરકારની અનેક કલ્યાણકારી યોજનાથી વિકાસની વિગત રજૂ કરી હતી.

કડવા પાટીદારોની વધુ- લેઉવા પાટીદારોની હાજરી ઓછી રહી

જો કે ત્યાબાદ તેમણે દુ:ખદ લાગણી સાથે પાટીદાર સમાજને અણિયાળી ટકોર કરી હતી.તેમણે કહ્યું, આજે કડવી વાસ્તવિકતા એ છે કે,પાટીદાર સમાજ ખોટી દિશા તરફ આગળ ધપી રહ્યું છે. મંત્રીની આ ટકોરથી હોલમાં સ્તબ્ધતા છવાઇ ગઇ હતી.જો કે કડવા પાટીદાર અગ્રણી હિતેશ ફળદુએ હવે આવી ઘટનાઓનું વલસાડ જિલ્લામાં પુનરાવર્તન ન થાય તેની સમાજ વતી ખાત્રી આપી હતી.
લેઉઆ પાટીદારોની પાંખી હાજરી

વલસાડમાં પાટીદાર સમાજ દ્વારા મંત્રી સાપરિયાનાં અભિવાદન સમારોહમાં ગણતરીનાં લેઉઆ પાટીદાર આગેવાનો નજરે પડ્યાં હતાં.જ્યારે કડવા પાટીદાર આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.લેઉઆ પાટીદાર અગ્રણીઓની પાંખી હાજરી આંખે વળગે તેવી હોવાની તેમજ જય પાટીદારનાં સુત્રો પણ ઉચ્ચારાયા ન હોવાની પણ કેટલાક લોકોમાં ચર્ચા ચાલી હતી. જોકે અભિવાદન કાર્યક્રમ સમાજનો ચિંતન શિબિર હોય તેવું લાગી રહ્યું હતું.
સમાજની અવદશાથી દુ:ખ, મૌન તોડવા હાકલ

પાટીદાર મંત્રી સાપરિયાએ આ ઉપરાંત પણ હૈયાવરાળ ઠાલવી સમાજની અવદશાથી દુ:ખ થાય છે.યુવાનો વડીલો નોંધ લે કારણ કે હું પરિણામ જોઇ રહ્યો છું.સમાજને નુકસાન થઇ રહ્યું હોય મૌન તોડો,ખોટા રસ્તે જતા યુવાનો કે વ્યક્તિઓને સાચી દિશામાં વાળવા તેમણે પાટીદારોને હાકલ કરી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો