તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપીમાં તસ્કરો બેફામ: સીસીટીવી કેમેરા તોડી નાંખી ચોરીને અંજામ આપ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી: વાપી જીઆઇડીસીના ગુંજન વિસ્તારમાં છેલ્લા 15 દિવસમાં ચોરીનો 10મો બનાવ બન્યો છે. રવિવારની રાત્રે સૂર્યા હોસ્પિટલ રોડ પર ફરીવાર તસ્કરોએ ત્રાટકી 5 દુકાનના શટરના તોડી 54 હજારનો મુદ્દામાલ ચોરી ગયા હતા.ગુંજન વિસ્તારમાં આવેલા સૂર્યા ગલીમાં 5 દુકાનના શટરના તાળાં તોડી રવિવારે રાત્રે તસ્કરો અંદર પ્રવેશી ગયા હતા. દુકાનની અંદર પ્રવેશી તસ્કરોએ પહેલા તો દુકાનોમાં લગાવેલા સીસીટીવી કેમેરાને તોડી નાંખ્યા હતા.
 
તસ્કરોએ સીસીટીવી કેમેરા તોડી નાંખી ચોરીને અંજામ આપ્યો
 
ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. ગુંજન વિસ્તારમાં મિલેનિયમ એમ્બ્રોયડરીના દુકાન માલિકે વાપી જીઆઇડીસી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં  જણાવ્યુ હતું કે, રવિવારે રાત્રે 8 વાગે તેઓ દુકાન બંધ કરી ઘરે જતા  રહ્યા હતા. સવારે દુકાન ખોલવા જતા શટરના તાળાં તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા. અંદર તપાસ કરતા ચોરી થયા હોવાની જાણ થઇ હતી. મિલેનિયમ એમ્બ્રોડરીમાંથી રૂ.35,000 રોકડા અને ગૌદાન માટે મૂકેલી દાનપેટી જેમાં રૂ.8000 હતા તે તસ્કરો લઇ ગયા હતા. એમ્બ્રોયડરીની બાજુમાં આવેલી કંચન ચિલ્ડ્રન વેરમાંથી રૂ.10,000 રોકડા અને રૂ.9થી 10,000ના  બાળકોના કપડાની ચોરી થઇ હતી.

તસ્કરો બાજુમાં રાજવીર જેન્ટસ વેર  અને વીણા  ડ્રેસીસ  દુકાનમાં પણ ઘુસી ગયા હતા. જ્યાંથી રોકડ રૂપિયા ન મળતા  માલસામાન વેરવિખેર કરી ભાગી છૂટ્યા હતા. મિલેનિયમ એમ્બ્રોડરીના ઉપરના ભાગે આવેલી નટવરભાઇ સુખાભાઇ પટેલની ઓફિસના કાચના દરવાજા તોડી તેમાં પણ ચોરીનો પ્રયાસ તસ્કરોએ કર્યો હતો. આમ 5 દુકાન પૈકી 2 દુકાનમાંથી કુલ રૂ.54,000ની ચોરી થઇ હતી.  પોલીસે ઘટના  સ્થળે પહોંચી ડોગ સ્ક્વોડને બોલાવી હતી. બિલ્ડીંગમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં 5 જેટલા તસ્કરો કેદ થયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે. ગુંજન પોલીસ ચોકીથી માત્ર 300 મીટરના અંતરે ચોરીની ઘટના બનતા પોલીસ સામે અનેક સવાલો ઉઠ્યા છે.
અન્ય સમાચારો પણ છે...