તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડમાં જિલ્લા ભાજપ દ્વારા વિજય ઉત્સવ રેલી નિકળી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડ: વલસાડના વલ્લભભાઇ પટેલ સ્મારક પાસે જિલ્લા ભાજપના કાર્યક્રમમાં વનમંત્રી વસાવાએ ગુજરાતમાં ભાજપનો પાયો કોઇ પણ હચમચાવી શકે તેમ નથી તેવો રણટંકાર તેમણે કર્યો હતો. તેમણે કોંગ્રેસ તરફ ઇશારો કરતા જણાવ્યું કે,થોડા વખત પહેલા કેટલીક જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી જીત્યા એટલે બધુ પાર પડી જશે તેવું માની લીધુ હતું. જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઇ દેસાઇએ જણાવ્યું કે,ભવ્ય વિજય પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સફળ નેતૃત્વ છે. નોટબંધી બાદ સૌથી મોટી પ્રથમ 5 રાજ્યોની ચંૂટણીમાં જનતાએ નોટબંધીને સમર્થન આપ્યું છે.
 
ગુજરાતમાં ભાજપનો પાયો કોઇ હલાવી શકે તેમ નથી
 
ડો.કે.સી પટેલે કહ્યું કે,શહેરના કલ્યાણબાગ વિકાસના ખાતમુહૂર્ત વખતે જ યુપીમાં 300 બેઠક આવશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો જે સાર્થક થયો છે. તેમણે કહ્યું,આગામી ચૂંટણીઅોમાં વલસાડ, ડાંગ,વાસંદા વિધાનસભાની તમામ બેઠકો જીતીશું.આ પ્રસંગે ધારાસભ્ય ભરત પટેલ, જિ.પં.પ્રમુખ જિતેન્દ્ર ટંડેલ, તા.પં.પ્રમુખ પ્રવીણ પટેલ,પાલિકા પ્રમ્ુખ સોનલ સોલંકી તથા શહેર ભાજપ પ્રમુખ નિખિલ ચોકસી, જિલ્લા,તાલુકાના સભ્યો,સંગઠન અને પદાધિકારીઓ,પાલિકા સભ્યો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રેલી સ્ટેડિયમ રોડથી નિકળી શહેરના માર્ગો પર ફરી વળી હતી. જેમાં કાર્યકરોએ ફટાકડાની ધણધણાટી બોલાવી તમામે એક બીજાનું મોઢું મીઠું કરાવ્યુ હતું.
 
( તસવીર - ચેતન મહેતા )
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો