તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડ હાઇવે પર બાઇક ભટકાતા કન્ટેનરમાં આગ ભભૂકી ઉઠી, 2 ઘાયલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડ: વલસાડ હાઇવે ઉપર સુગર ફેકટરી નજીક પસાર થઇ રહેલા એક બાઇક ચાલકે રોંગ સાઇડેથી ઓવર ટેઇક કરવાનો પ્રયાસ કરતા સુરત તરફ જતા કન્ટેનરની ડીઝલની ટાંકી સાથે ભટકાઇ જતાં અકસ્માત સર્જાયો હતો.જેને લઇ કન્ટેનરમાં આગ ભભૂકી ઉઠી હતી.પોલીસે ઘટના સ્થળે પહોંચી જઇ ફાયરની મદદથી આગ બૂઝાવવાનો પ્રયાસ કર્યો હતો.આ ઘટનામાં ઇજા પામેલા બે યુવાનોને હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાનું જાણવા મળ્યું હતું.
રોંગ સાઇડે ઓવરટેઇક કરતા ડીઝલની ટાંકી સાથે બાઇક ભટકાઇ
વલસાડ નજીક સુગર ફેકટરી હાઇવે પરથી રાત્રે દશેક વાગ્યાનાં સુમારે એક ટેન્કર મુંબઇથી સુરત તરફ જઇ રહ્યું હતું.તે દરમિયાન પાછળથી પૂર ઝડપે રોંગ સાઇડેથી કન્ટેનરને અોવરટેઇક કરવા જઇ રહેલા બાઇક ચાલકે કાબૂ ગુમાવતા કન્ટેનરની ડિઝલની ટેન્કર સાથે અથડાયો હતો.જેને લઇ થોડીવારમાં જ કન્ટેનરમાં આગ લાગી ગઇ હતી.આ ઘટનાની જાણ થતા લોકો ટોળે વળી ગયા હતાં.વલસાડ નગરપાલિકાનાં ફાયર બ્રિગેડને જાણ કરાતા બનાવના સ્થળે ધસી આવી આગને બૂઝાવવાના પ્રયાસો કરાયા હતાં.આ અંગે જાણ થતા રૂરલ પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી.આ અકસ્માતમાં ઇજા પામેલા બે યુવાનોને 108 એમ્બ્યુલન્સમાં લઇ જઇ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.આ અકસ્માત થતા કન્ટેનરનો ચાલક ભાગી છૂટ્યો હતો.
ઓવર ટેઇકની લ્હાયમાં અકસ્માત સર્જાયો
સુગર ફેકટરી પાસે હાઇવે પર કન્ટેનરને રોંગ સાઇડે ઓવર ટેઇક કરતા બાઇક કન્ટેનરની ડીઝલની ટાંકી સાથે અથડાઇ હતી.જેમાં આગ ફાટી નિકળી હતી.કન્ટેનર ચાલક ભાગી ગયો હતો.ઇજા પામેલા બે ઇજાગ્રસ્તોને સિવિલમાં દાખલ કરાયા છે. - પી.કે.પટેલ,પીએસઆઇ,રૂરલ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો