વલસાડ:દાંતીના ભરદરિયે બોટમાં આગ, એકનું મોત,પાંચને બચાવાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- દાંતીના ભરદરિયે બોટમાં આગ, એકનું મોત,પાંચને બચાવાયા
- પડોશના ગામની બોટ આગ જોઇ બચાવ માટે દોડી ગઇ, માલિક અને ચાર ખલાસીઓને દોરડુ નાખી બચાવ્યા, વૃદ્ધ ખલાસી તરી ન શકતાં મોત

વલસાડ: વલસાડ નજીકના દાંતી કકવાડી ગામની અનેક બોટ દરિયામાં મચ્છીમારી કરવા જતી હોય છે. આવી જ એક કંકેશ્વરી નામની બોટ દરિયામાં 20 થી 25 નોટિકલ માઇલ દૂર મચ્છીમારી કરવા ગઇ હતી. જ્યાં આકસ્મિક રીતે રાત્રી દરમિયાન આગ લાગતાં બોટે જળ સમાધી લીધી હતી. જેના પગલે બોટમાં સવાર બોટ માલિક અને પાંચ ખલાસીઓ દરિયામાં કૂદી પડ્યા હતા. જે પૈકી 62 વર્ષિય એક ખલાસી તરી ન શકતાં ડૂબી જતાં તેમનું મોત નિપજ્યું હતુ. જ્યારે અન્ય ખલાસીઓને ધોલાઇ બંદરની એક બોટે બચાવી લીધા હતા.

વલસાડના કાંઠા વિસ્તારના ડુંગરી નજીકના દાંતી ગામની કંકેશ્વરી નામની બોટ ગત 19મી તારીખે દરિયામાં મચ્છીમારી કરવા ગઇ હતી. રાત્રી દરમિયાન ઉંઘ ન આવતાં 62 વર્ષિય ખલાસી કેશુભાઇ લાલજીભાઇ ટંડેલ પ્રાઇમસ પર ચા બનાવવાનો પ્રયાસ કરતાં હતા. આ દરમિયાન આગ બાજુમાં મુકેલા ડિઝલના કેરબા પર લાગતાં આખી બોટ ભડકે બળી હતી. આ બોટ ભડકે બળતાં તમામ ખલાસીઓ અને માલિક દિનેશ રણકાભાઇ ટંડેલ દરિયામાં કુદી પડ્યા હતા. જોકે, દરિયામાં કેશુભાઇ લાંબો સમય તરી ન શકતાં રાત્રીના અંધારામાં કશે ગાયબ થઇ ગયા હતા.

બોટમાં લાગેલી આગને જોઇ ધોલાઇ બંદરની એક બોટ ત્યાં આવી પહોંચી હતી. તેના ખલાસીઓએ દોરડું નાખી માલિક દિનેશભાઇ ઉપરાંત અન્ય ચાર ખલાસીઓને બચાવી લીધા હતા. તેઓને બોટમાં ધોલાઇ બંદરે લઇ ગયા હતા અને ત્યાંથી તેઓ દાંતી ગામે પરત થયા હતા.આ ઘટનાના પગલે ડુંગરી પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટના સંદર્ભે બોટ માલિકે પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની અકસ્માત મોત મુજબ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ધોલાઇની બોટ ન આવતે તો તમામ માટે જીવવું મુશ્કેલ બની જતે
દરિયામાં મધરાતે લાગેલી આગ બાદ તમામ ખલાસીઓ જીવના જોખમે દરિયામાં કુદી તો પડ્યા હતા, પરંતુ ત્યાર બાદ દરિયામાં ક્યાં જવું તેમના માટે ખુબ મુઝવણ ભર્યું હતુ. જોકે, આ સ્થળે અન્ય બોટ પણ મચ્છીમારી કરવા આવતી હોય તેનો આશરો તેઓ શોધવા માંડ્યા હતા. ત્યારે તેમની બોટમાં લાગેલી આગને જોઇ ધોલાઇ બંદરની એક બોટ ત્યાં આવી પહોંચી હતી. જેના કારણે આ તમામ ખલાસીઓ આબાદ રીતે બચી ગયા હતા.
મોડી સાંજે કેશુભાઇની લાશ મળી, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...