ઔરંગાની સપાટી ભયજનક, 850 લોકોનું સ્થળાંતર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: ધરમપુર અને કપરાડા તાલુકામાં દેમાર વરસાદ થતાં વલસાડની ઔરંગાનદીમાં ભયજનક સપાટી 8.13 મીટરથી માત્ર 1 મીટર નીચે રહી 7.93 મીટર રહી ગઇ હતી.પાણીની સપાટી વધી જતા લોકોના શ્વાસ અધ્ધર થઇ ગયાં હતા.ધરમપુરમાં 11 ઇંચ અને કપરાડા તાલુકામાં 6 ઇંચ વરસાદ ઝિંકાતા વલસાડ શહેરમાંથી પસાર થતી ઔરંગાનદી બે કાંઠે છલકાતા નીચાણવાળા વિસ્તારોમાં ભયની લાગણી પ્રસરી ગઇ હતી.આ સાથે વલસાડમાં પણ 6 ઇંચ વરસાદ ખાબકતાં કૈલાસરોડ ઔરંગાનો પુલ અને પીચિંગ પુલ પર પાણી ફરી વળતા અવરજવર થંભી ગઇ હતી.વલસાડ,ધરમપુર અને કપરાડામાં ભારે વરસાદના પગલે જનજીવનને અસર પહોંચી હતી. વલસાડ કાશ્મીર નગરથી 700 અને કૈલાશ રોડના 150 લોકોએ સ્થળાંતર કર્યું હતું.
 
ધરમપુર અને કપરાડા તાલુકામાં દેમાર વરસાદ થતાં વલસાડની ઔરંગાનદીમાં ભયજનક સપાટી 8.13 મીટરથી માત્ર 1 મીટર નીચે રહી 7.93 મીટર રહી ગઇ હતી.પાણીની સપાટી વધી જતા લોકોના શ્વાસ અધ્ધર થઇ ગયાં હતા.ધરમપુરમાં 11 ઇંચ અને કપરાડા તાલુકામાં 6 ઇંચ વરસાદ ઝિંકાતા વલસાડ શહેરમાંથી પસાર થતી ઔરંગાનદી બે કાંઠે છલકાતા નીચાણવાળા વિસ્તારોમાં ભયની લાગણી પ્રસરી ગઇ હતી.આ સાથે વલસાડમાં પણ 6 ઇંચ વરસાદ ખાબકતાં કૈલાસરોડ ઔરંગાનો પુલ અને પીચિંગ પુલ પર પાણી ફરી વળતા અવરજવર થંભી ગઇ હતી.વલસાડ,ધરમપુર અને કપરાડામાં ભારે વરસાદના પગલે જનજીવનને અસર પહોંચી હતી. અરબી સમદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાતા બુધવારે રાત્રિથી જ ભારે વરસાદ થવાના એંધાણો વર્તાયા હતા.બુધવારે જો કે ધીમો વરસાદ પડ્યો હતો,પરંતુ સવાર સુધીમાં હવામાન ભારેખમ થઇ જતા સવારથી ભારે વરસાદ શરૂ થઇ ગયો હતો.
  ગુરૂવારે સવારે 6 થી 4 વાગ્યા સુધીમાં ઉપરવાસ ધરમપુરમાં 11.05 ઇંચ વરસાદ ખાબકતા તાન,માન થઇને આવતું પાણી ઠલવાતાં ઔરંગાનદીમાં પાણીની ભયજનક સપાટી 8.13 મીટરથી થોડે નીચે 7.93 મીટર સુધી આવી પહોંચતા વલસાડ શહેરના બંદરરોડ,કાશ્મીરનગર,કૈલાસરોડ,મોગરાવાડી ગરનાળા,અટકપારડી વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા.વલસાડમાં પણ સવારથી 6 ઇંચ વરસાદ ઝિંકાતા ઔરંગા ગાંડીતૂર બની ગઇ હતી.કપરાડા તાલુકામાં પણ 6 ઇંચ વરસાદ થતા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પાણી થઇ ગયા હતા.કાશ્મીરનગરમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી.મોગરાવાડી ગરનાળામાં પણ પાણીના કારણે લોકોની અવરજવર થંભી ગઇ હતી.અટકપારડીમાં સ્કૂલ પાછળ નદી નજીકના વિસ્તારમાં જળબંબાકાર થઇ જતા લોકો ભયમાં મૂકાયા હતા.
 
( તસવીર - ચેતન મહેતા )

વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...


અન્ય સમાચારો પણ છે...