તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોનસૂન ફોટોગ્રાફી: વરસાદી વાતાવરણની અદભૂત ફોટો ક્લિક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડ: મોબાઇલમાં કેમેરા આવ્યા પછી ફોટોગ્રાફીનો એક નવો યુગ શરૂ થયો છે. આ સાથે છેલ્લા બે-ત્રણ વર્ષથી ડિજીટલ ફોટોગ્રાફીનો પણ નવો ટ્રેન્ડ શરૂ થયો છે. જેમાં ખાસ કરીને ચોમાસાની મોસમ ફોટોગ્રાફરોની મોસમ આવી હોય એવું લાગી રહ્યું છે. મોનસૂન ફોટોગ્રાફી માટે વલસાડના યુવાનો વરસાદ પડતાની સાથે જ દરિયા કિનારે કે ઝાડીં જંગલમાં ફોટોગ્રાફી માટે ઉપડી રહ્યા છે. જેમાં તેમના દ્વારા આહલાદક વાતાવરણ સાથે પોટ્રેટ ફોટોગ્રાફી અને જીવ જંતુઓના ફોટાનો અનોખો ક્રેઝ જોવા મળી રહ્યો છે.
છેલ્લા બે વર્ષથી કળાત્મક ફોટોગ્રાફીનો ક્રેઝ વધી રહ્યો છે
ફોટોગ્રાફીનો શોખ આમ તો છેલ્લા થોડા વર્ષોથી સામાન્ય લાગી રહ્યો છે. મોબાઇલ ધારકોમાં સેલ્ફીનો ક્રેઝ, એલ્ફી (ગૃપ સેલ્ફી)નો ક્રેઝ સામાન્ય બન્યો છે, પરંતુ છેલ્લા બે વર્ષથી કળાત્મક ફોટોગ્રાફીનો ક્રેઝ વધી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને ચોમાસાની મોસમમાં જ્યારે કુદરત ચારેય કળાએ ખીલતી હોય છે ત્યારે કુદતરના અનેક નજારાઓ તેમજ આહલાદક વાતાવરણના ફોટા લેવાનું યુવા ફોટોગ્રાફરો ચૂકતા નથી. જેના માટે તેઓ વરસાદ પડતાની સાથે જ પોતાના મનપસંદ ડેસ્ટીનેશન પર ઉપડી જતા હોય છે. નજીકના જંગલ વિસ્તાર, વાડીઓ, ધોધ, પારનેરા ડુંગર, તીથલ બીચ જેવા સ્થળો ફોટોગ્રાફીના શોખીનો માટે મનપસંદ ફોટો ડેસ્ટીનેશન બન્યા છે. આ વિસ્તારોના જુદા જુદા અનોખા ફોટોગ્રાફની હારમાળા ફેઇસબુક જેવા શોશ્યલ મિડિયા પર દેખાઇ રહ્યા છે.
આ પ્રકારના ફોટોગ્રાફીનો વધ્યો ટ્રેન્ડ
ફોટોગ્રાફીના શરૂ થયેલા નવા ટ્રેન્ડમાં હાલ ખાસ કરીને સેલ્ફી, વિડિયો સેલ્ફી, ગૃપ સેલ્ફીનો ક્રેઝ ચરમસીમાએ છે. આ સિવાય કળાત્મક ફોટોગ્રાફીમાં જોઇએ જો, પોટ્રેટ, લેન્ડસ્કેપ તેમજ જુદા જુદા સ્થળને નવા રૂપથી દર્શાવવાનો એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. આ સિવાય વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીમાં ઉડતા પક્ષીઓ સિવાય હવે નાના જંતુઓ, ઘરમાં પણ મળી રહે એવી માખી, મંકોડાના ઝીણવટભર્યા ફોટાઓ પાડી ક્રિએટીવીટી ઉભી કરતાં ફોટોગ્રાફ પણ યુવાનો લઇ રહ્યા છે.
360 ડીગ્રી ફોટોગ્રાફીનો નવો ટ્રેન્ડ
હાલ ફોટોગ્રાફીના ક્ષેત્રમાં અનોખી 360 ડીગ્રી ફોટોગ્રાફીનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. આ ફોટોગ્રાફ ચારેય દિશાઓ અને છત અને ભોંય તળિયાને પણ ફોટોમાં દર્શાવે છે. મોબાઇલમાં આ ફોટો જોવા જે દિશામાં મોબાઇલ ફેરવાય તે દિશા નજરે આવે છે. આવી ફોટોગ્રાફીના સોફ્ટવેર પણ આવી ગયા છે, પરંતુ હાલ આ ફોટોગ્રાફી કે વિડિયોગ્રાફી વલસાડમાં પ્રખ્યાત બની નથી. ફેઇસબુક પર વલસાડના જુદા જુદા સ્થળના 360 ડીગ્રી ફોટોગ્રાફ જોવા મળી રહ્યા છે.
ફોટોગ્રાફીના શોખે એવોર્ડ અપાવ્યો, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો