તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હું નીચે નમી ગઇ અને મારો જીવ બચી ગયો, દ્રશ્ય ખુબ જ ભયાનક હતું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: અમરનાથની યાત્રામાં છ દિવસથી બારી પાસે બેસતી હતી. જેને લઇ અન્ય પ્રવાસીએ બારી પાસે બેસવાની વાત કરી અને મે તેમને બારીની જગ્યા આપી. તેમને બારી પાસે બેસવા દીધા અને આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જેમાં બારી પાસે બેસેલા સુરતના મહિલાનું મોત નિપજ્યું હતુ. જોકે, હું નીચે નમી ગઇ અને મારો જીવ બચી ગયો હતો.
 
વલસાડના જયશ્રી પાંચાલે બારીની સીટ અન્યને બેસવા માટે આપતા તેમનો જીવ બચ્યો
 
એવું હુમલામાં આબાદ બચી ગયેલા વલસાડના જયશ્રીબેન પાંચાલે જણાવ્યું હતુ. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, એ સમયનું દ્રશ્ય ખુબ જ ભયાનક હતુ. જ્યાં જુઓ ત્યાં લોહીના ખાબોચિયા હતા. ફાયરીંગ થતાં બસની નીચે લોહીના રેલા હતા. ફાયરીંગના ડરથી અનેક યાત્રીઓ નીચે નમી ગયા અને હું પણ લોહીમાં જ નમી ગઇ અને અમારા પર બીજા પ્રવાસીઓ નમી ગયા જેના કારણે નીચે બધાના અને મારો જીવ બચી ગયો હતો. હુમલાના ઘટના ક્રમ સંદર્ભે તેમણે જણાવ્યું કે, પંચર બનાવવામાં ઘણો સમય કાઢી નાખ્યો હતો. જાણી જોઇને લેટ કર્યું હોય એવી પ્રતિતિ થઇ રહી હતી અને આખો પ્લાન અગાઉથી બન્યો હોય એવું લાગી રહ્યું હતું. પંચર બનાવવામાં ઘણું મોડું થયું અને પછી હુમલો થયો હતો. જોકે, હુમલામાં ડ્રાઇવર અને કન્ડક્ટરની સમય સૂચકતાથી અનેકના જીવ બચી શક્યા હતા.
 
( તસવીર - ચેતન મહેતા )
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...