તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપીના ખોજા સમાજ દ્વારા મુંબઇમાં આલિયાના બ્રેઇન ટ્યુમરનું ઓપરેશન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપી: વાપી ખોજા સોસાયટીમાં 9 વર્ષીય બાળકીને બ્રેઈન ટ્યુમર થતા પરિવાર ઉપર મુસીબતનો પહાડ તુટી પડ્યો હતો. તો મદદ કરવા માટે તેમનો સમાજ આગળ આવતાં પરિવારે ભારે રાહત અનુભવ્યું હતુ.

9 વર્ષીય આલિયાને બ્રેઈન ટ્યુમરની બીમારી

વાપીના ખોજા સોસાયટીમાં આરીફભાઈ વિરાણી વર્ષો થી રહે છે. અને વાપીથી દમણ ટેક્ષી ચલાવી પોતાનુ ઘર ગુજરાન ચલાવે છે. આરીફભાઈ અને પરિવાર ઉપર એકાએક મુસીબત ત્યારે પડી જ્યારે તેમને ખબર પડી કે તેમની 9 વર્ષીય દિકરી આલિયાને બ્રેઈન ટ્યુમર છે. દિકરી આલિયાને માથામાં દુઃખાવો થતા વાપીની પરવરીશ હૉસ્પિટલમાં તપાસ કરાવતા તબીબે તેને બ્રેઈન ટ્યુમર હોવાનું જણાવ્યું હતુ. અને આના ટ્રીટમેન્ટ માટે લાખો રૂ.ની જરૂર પડશે. તેમ જણાવતા આરીફ ભાઈ અને તેમની પત્ની ઘબરાઈ ગયા હતા.

શિયા ઈમામી ઇસ્માઇલી સમાજ કરાવશે આલિયાની સારવાર

ટેક્ષી ચલાવવાથી આટલાં પૈસા ક્યાંથી લાવવું તે તેમનાં માટે ચેલેનજ હતુ. તો આ હકીકત તેમનાં શિયા ઈમામી ઇસ્માઇલી સમાજને જણાવતા સમાજ દીકરીનું પુર્ણ સારવાર કરવા આગળ આવયો હતો. સમાજ દ્રારા બ્રેઈન ટ્યુમર માટે સ્પેશયલિસ્ટ એવા મુંબઇ ખાતે આવેલા ઇસ્માઇલી હોસ્પિટલમા દાખલ કરાવવામાં આવ્યુ હતુ. ત્યાર બાદ તેનાં ઓપરેશન માટેના ખર્ચ ભરી ઓપરેશન પુરૂ પાડવામાં આવ્યુ હતુ. આલિયા આજે પણ તેનાં પિતા સાથે મુંબઇમાં સારવાર અર્થે છે. તો તેમનાં રહેવા ખાવા પીવાનાં તમામ સુવિધાઓ સમાજ પુરી પાડી રહી છે. તેં ખરેખર પ્રશંસનીય છે.

આલિયા બ્રેઇન ટ્યુમરથી મુક્ત થઇને વાપી આવશે

બાળકીના ઓપરેશનમાં આશરે સાડા ત્રણ લાખ રૂપિયા સમાજે ભર્યા છે. તો હાલ સારવાર પૂર્ણ ન થતા ઓપરેશન બાદ પણ બાળકીને દર બે દિવસે કિમિઓ થેરાપીની જરૂર પડવાથી શિયા ઇમામી ઇસ્માઇલી સમાજ દ્વારા થાણામાં ટ્રસ્ટના જમાતખાનામાં રહેવા માટે એક ફલેટ આપવામાં આવ્યો છે. જેથી દર બે દિવસે તેમને વાપીથી મુંબઇ જવાની જરૂર ન પડે. રહેવાની સાથે સાથે તેમનું જમવાનું અને હોસ્પિટલમાં સારવારના તમામ ખર્ચા ખોજા સમાજ ભોગવી રહી છે. આલિયા ટૂંક જ સમયમાં બ્રેઇન ટ્યુમરથી મુક્ત થઇને વાપી આવશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો