દમણ બાદ હવે વાપીમાં પણ મહિલાની ચોટલી કપાઇ ગઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી:  વાપી ટાંકી ફળિયામાં ઘરમાં સૂતેલી મહિલા નું ચોટલી કપાતા સમગ્ર વિસ્તારમાં ભયનો વાતાવરણ જોવા મળ્યો હતો. જોકે ચોટલી કપાયા બાદ બેભાન થયેલી મહિલા ને સ્થાનિકો દ્વારા હોસ્પિટલ ખસેડા હતી. વાપી ટાંકી ફળિયાના જે-ટાઇપ રોડ પર સુનીલભાઇ ની ચાલીમાં રહેતા રીનાદેવી ગોપાલ સિંહ ઉ.વ.35 બપોરે ઘરમાં એકલા સૂતેલા હતા. ત્યારે અચાનક બૂમાબૂમ કરવા બાદ તેઓ બેભાન થઇ ગયા હતા. પાડોશમાં રહેતા લોકોએ તેમના ઘરમાં જતા જોયું કે, તેમની ચોટલી કપાયેલી હાલતમાં સાઇડ પર પડેલી છે. અને રીનાદેવી બેભાન અવસ્થામાં પડી હતી. જેથી સ્થાનીકોએ તેમને સારવાર અર્થે વાપી વૈશાલી ચાર રસ્તા પાસે ઓલીવ હોસ્પિટલમાં દાખલ કરી તેના પતિ ગોપાલને ઘટના અંગે જાણ કરી હતી. જોકે આ અંગે પોલીસમાં કોઇ પણ પ્રકારની ફરિયાદ કરવામાં આવી ન હતી. દમણ નજીક કેવડી ફળિયામાં મહિલા ની ચોટલી કાપવાની ઘટના બાદ રવિવારે ટાંકી ફળિયામાં મહિલા ની ચોટલી કપાતા સમગ્ર વિસ્તારની મહિલાઓમાં ભય નો માહોલ જોવા મળી રહ્યું છે.
અન્ય સમાચારો પણ છે...