વલસાડ: ટ્રેનની સીટ પરથી મળી નવજાત બાળકી, મહિલા કોન્સ્ટેબલે આપી હૂંફ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: વલસાડથી સાંજે વિરાર જતી ટ્રેનની સીટ પરથી બુધવારે નવજાત બાળકી મળી આવી હતી,ટ્રેન વલસાડથી ઉપડયાના થોડી ક્ષણોમાજ એક મુસાફરનુ ધ્યાન જતા તેણે ટ્રેનનુ ચેન પુલીંગ કરી ટ્રેનને અટકાવી હતી,અને આરપીએફની મહિલા કર્મચારીને નવજાત બાળકીને સુપ્રત કરી હતી. મુંબઇથી બપોરે 2-30 કલાકે વલસાડ આવતી વિરાર વલસાડ ટ્રેન વલસાડ આવ્યાબાદ યાર્ડમા પહોચે છે.,અને ત્યાથી 4 કલાકે વલસાડ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર મુકવામા આવે છે.
દરમિયાન બુધવારે સાંજે 4 કલાકે વલસાડ વિરાર ટ્રેન પ્લેટફોર્મ પર આવી હતી,ત્યારબાદ ટ્રેન તેના નિયત સમયે ઉપડયાના થોડી ક્ષણોમાજ ટ્રેનની એક સીટ પર સુંદર નવજાત બાળકી હોવાનુ એક મુસાફરના ધ્યાને આવતા તેણે ચેનપુલીંગ કરી ટ્રેનને રોકી આરપીએફને જાણ કરી હતી,જેન પગલે આરપીએફની મહિલા કોન્સટેબલ ગીતાબેન સેન દોડી આવ્યા હતા,અને તેમણે નવજાત બાળકનો કબજો મેળવ્યો હતો.નવજાત શિશુના માતાપિતા તેમની બાળકીને શોધતા આવશે તેવી આશામા મહિલા કોન્સટેબલ ગીતા સેને તેની સારસંભાળ રાખી હતી.આરપીએફે ઘટનાની જાણ જીઆરપીને કરતા જીઆરપીના હેડ કોન્સટેબલ રમીલાબેને આવી પહોતી બાળકીને કબજો મેળવી બાળકીને તપાસ માટે સિવિલ હોસ્પીટલ લઇ ગયા હતા.ઘટનાની જાણ થતા ચાઇલ્ડ વેલ્ફેર વિભાગની ટીમ પણ રેલવે સ્ટેશને દોડી આવી હતી.
આગળ જુઓ વધુ તસવીર...
અન્ય સમાચારો પણ છે...