તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વન વે નો ભંગ: મોપેડ જપ્ત કરતા જમાદારને વેપારીએ ખેંચી કાઢ્યો, મામલો ગરમાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડ: વલસાડ શહેરના એમજી રોડ પર રોંગ સાઇડેથી એક મોપેડ પર આવી રહેલા વેપારીને ફરજ પરના ટ્રાફિક પોલીસના જમાદારે અટકાવતા વેપારીએ ટ્રાફિક પોલીસને નિયમોના પાઠ ભણાવવાનું શરૂ કરી દીધું હતું અને બાદમા પોલીસ કર્મીએ મોપેડ જપ્ત કરવાની તજવીજ હાથ ધરતા ગાડી ખેંચવાનો પ્રયત્ન કરવામાં વેપારીએ પોલીસ કર્મીને પણ સાથે ખેંચી નાખતા મામલો વલસાડ સીટી પોલીસ મથકે પહોંચ્યો હતો.બાદમાં વેપારીએ માફીનામું લખી આપતા તેને છોડી મૂકવામાં આવ્યો હતો. વલસાડ એમજી રોડ શહેરનો સૌથી વધુ ટ્રાફિક ધરાવતો રોડ છે, અને અહીં વનવે હોવાથી રોંગ સાઇડેથી એક્ટિવા મોપેડ લઈને આવતા નિરવ પ્રમોદ દેસાઈને ફરજ પર હાજર ટ્રાફિક પોલીસના જમાદાર રમેશભાઈએ વેપારી નિરવને અટકાવી આરટીઓનો મેમો આપવાની તજવીજ હાથ ધરી હતી.
મામલો સીટી પોલીસ મથકે પહોંચ્યો
એ સમયે વેપારીએ રમેશભાઈને મેમો આપવાની સત્તા તમારી ન હોવાનું કહી ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું અને મેમો સ્વીકારવાની ઘસીને ના કહી દેતા ટ્રાફિક પોલીસે ગાડી જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. ટોચન વાનમાં વેપારીનું મોપેડ મુકવા જતાં વેપારીએ પોતાનું મોપેડ ખેંચવાનો પ્રયત્ન કરતા ટ્રાફિક જમાદાર પણ ખેંચાઈ ગયા હતા. બાદમાં મામલો સીટી પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં વેપારીના કેટલાક મળતિયાઓ પણ પહોચી જતાં મામલો થાળે પડ્યો બાદમાં વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં આરટીઓનો મેમો સ્વીકારી ગાડી પણ જપ્ત કરાવી દીધી હતી અને ટ્રાફિક પોલીસ રમેશભાઈને લેખિતમાં માફીનામું આપી વેપારી નિરવ દેસાઈએ પોલીસ સ્ટેશનમાંથી ચાલતી પકડી હતી.
આગળ જુઓ વધુ તસવીર...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો