વલસાડમાં એકલતાનો લાભ લઈ ટોયલેટમાં ગયેલી છ વર્ષની બાળકી સાથે આરોપીએ ગુજાર્યુ દુષ્કર્મ

મોગરાવાડી ખાતે દુષ્કર્મ કરનાર આરોપીને ઝડપી લઈ બાળકી અને યુવકનું કરાયું મેડિકલ ચેક અપ

DivyaBhaskar.com | Updated - Nov 10, 2018, 12:29 PM
મોગરાવાડી ખાતે દુષ્કર્મ કરનાર આરોપીને ઝડપી લઈ બાળકી અને યુવકનું કરાયું મેડિકલ ચેક અપ
મોગરાવાડી ખાતે દુષ્કર્મ કરનાર આરોપીને ઝડપી લઈ બાળકી અને યુવકનું કરાયું મેડિકલ ચેક અપ

સુરતઃ વલસાડના મોગરાવાડી ખાતે માનવતાને લજવતો કિસ્સો સામે આવ્યો છે. છ વર્ષની બાળકી પર યુવકે દુષ્કર્મ ગુજાર્યું હતું. જેની જાણ લોકોને થતાં હવસખોર આરોપીને ઝડપી લઈને પોલીસ હવાલે કર્યો હતો. પોલીસે બાળકી અને આરોપીનું મેડિકલ ચેકઅપ કરાવીને આગળની તપાસ હાથ ધરી છે.

બાળકીની એકલતાનો લીધો લાભ

વલસાડના મોગરાવાડી ખાતે આવેલી ચાલમાં રહેતી માનસિક બીમાર માતાની 6 વર્ષની અને પહેલાં ધોરણમાં અભ્યાસ કરતી બાળકી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો હતો. બાળકી ટોયલેટમાં ગઈ ત્યારે પાછળથી આલોક રામ અવતાર મિશ્રા નામના યુવકે ટોયલેટમાં ઘુસી જઈને ટોયલેટ બંધ કરીને બાળકીના મોંને હાથથી દબાવી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પાડોશીઓને જાણ થતાં પાડોશીઓ તાત્કાલિક પહોંચી ગયા હતાં. ત્યારે ટોયલેટમાંથી લોહી અને બાળકીના ગુપ્તભાગેથી લોહી નીકળતું દેખાયું હતું. બાદમાં બાળકી સહિત પાડોશીઓએ બૂમાબૂમ કરીને લોકોને ભેગા કરી લેતા આરોપીને પકડીને પોલીસ હવાલે કર્યો હતો.

આરોપી-પીડિતાનું કારાવાયું મેડિકલ ચેકઅપ

આરોપી પકડાયા બાદ ફરિયાદના આધારે બાળકી અને આરોપીનું મેડિકલ ચેક અપ પોલીસ દ્વારા કરાવવામાં આવ્યું હતું. પોલીસે કાયદેસરની ફરિયાદ નોંધીને આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

આરોપી હતો નશામાં

બાળકી પર દુષ્કર્મ ગુજારવાના આરોપમાં પકડાયેલો આરોપી રામ અવતાર મિશ્રા દારૂના નશામાં હોવાનું લોકોએ જણાવ્યું હતું. જો કે, આ બાબતે પોલીસે જણાવ્યું હતું કે, એટલો બધો નશામાં નહોતો પરંતુ તેમ છતાં તેના રિપોર્ટ કરાવવામાં આવ્યાં છે.

સુરત બાદ વલસાડ થયું શર્મસાર

સુરતમાં ડીંડોલી વિસ્તારમાં બાળકીઓ પર થયેલા દુષ્કર્મના પડઘા હજુ શાંત થયાં નથી ત્યાં વલસાડમાં બાળકી સાથે ઘટેલી દુષ્કર્મની ઘટનાને લઈને લોકોએ ફીટકાર વરસાવી હતી.

X
મોગરાવાડી ખાતે દુષ્કર્મ કરનાર આરોપીને ઝડપી લઈ બાળકી અને યુવકનું કરાયું મેડિકલ ચેક અપમોગરાવાડી ખાતે દુષ્કર્મ કરનાર આરોપીને ઝડપી લઈ બાળકી અને યુવકનું કરાયું મેડિકલ ચેક અપ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App