દમણ-દીવ અને દાનહના DHOએ ફ્રેશર પાર્ટીમાં ગ્લેમર ગર્લ સાથેના ડાન્સ કર્યાની ચર્ચા

દમણ-દીવ અને દાનહના હેલ્થ વિભાગના મુખ્ય અધિકારી ત્રણથી ચાર યુવતીઓ સાથે મસ્તીમાં ઠુમકા લેતા કેમેરામાં કેદ

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Dec 01, 2018, 01:47 PM

વાપી: દમણ-દીવ અને દાનહમાં મુખ્ય આરોગ્ય અધિકારીના પદ પર બિરાજમાન તેમજ સેલવાસ-દમણની સરકારી હોસ્પિટલના ડાયરેકટર ડો. વી.કે.દાસ હાલ વિવાદમાં આવ્યા છે. કારણ કે ડો. વી.કે.દાસ હિન્દી ગીત પર ઠુમકા મારતો વીડિયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. એક તરફ અધિકારી આ વીડિયો પોતાના ફેમિલી ફંકશનનો હોવાનું જણાવી રહ્યા છે. તો બીજી તરફ સોશિયલ મીડિયામાં આ વીડિયો ચારેતરફ ચર્ચાની એરણે ચઢ્યો છે. બીજીતરફ શુક્રવારે એવી ચર્ચા ઉઠી હતી કે, આ વીડિયો કોલેજની ફ્રેશર પાર્ટીનો છે.

આ વીડિયો ચારેતરફ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે


દમણ-દીવ અને દાનહમાં મુખ્ય આરોગ્ય અધિકારી તરીકે ડો. વી.કે.દાસ લાંબા સમયથી ફરજ બજાવી રહ્યા છે. હાલમાં જ સેલવાસમાં મેડિકલ કોલેજને પણ મંજૂરી મળી છે. પરંતુ હાલ દાનહના મુખ્ય આરોગ્ય અધિકારીનો એક વીડિયો વાયરલ થયો છે. જેનાથી વિવાદ ઉભો થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં ‘મેરા નશા તૂ ચખ લે આજા મેરી ગલી’ ગીત પર મુખ્ય આરોગ્ય અધિકારી ડો. વી.કે.દાસ મહિલા ગાયક સાથે ઠુમકા મારતા નજરે પડી રહ્યા છે. આ વીડિયો ચારેતરફ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

ડો. દાસ સંઘપ્રદેશમાં આરોગ્ય વિભાગના હેડ છે

ડો. દાસ સંઘપ્રદેશમાં આરોગ્ય વિભાગના હેડ છે અને દમણ, દાનહ માટે મેડિકલ કોલેજમાં લેવાનાર પ્રોફેસર્સ સહિત સમગ્ર પ્રક્રિયામાં મહત્વનો રોલ ભજવી રહ્યા છે. ત્યારે તેમનો અશ્લિલ ગીત પર ઠુમકો મારતા વીડિયો પર અધિકારીઓ, આરોગ્ય વિભાગના ડોકટરો અને મેડિકલ સ્ટુડન્ટના વિદ્યાર્થીઓમાં રમૂજ ઉભી કરી છે. જેમાં ડો. દાસ સ્ટેજ ઉપર ગાયક મહિલા સાથે ઠુમકા લગાવતા નજરે પડી રહ્યા છે. આમ દાનહના સરકારી અધિકારી ડો. વી.કે.દાસના વીડિયોનો વિવાદ વકરશે કે શાંત થશે તેના પર સૌની નજર મંડાયેલી છે. આમ હાલ ડો. દાસના વીડિયોએ ખાસ્સી ચર્ચા જગાવી છે.

સામાન્ય સરકારી કર્મચારીથી લઇ ઉચ્ચ અધિકારી સુધી વીડિયો વાયરલ

અશ્લિલ ગીત પર એક અધિકારીને ના છાજે તેવા ડો. દાસના ઠુમકાએ અધિકારી વર્ગમાં ચકચાર મચાવી છે. કારણ કે ડો. દાસનો વિડિયો વાયરલ થયા બાદ સામાન્ય સરકારી કર્મચારીથી લઇ ઉચ્ચ અધિકારી સુધી તેમની ચર્ચા ચાલી રહી છે. મોટાભાગે સરકારી અધિકારીઓ આ પ્રકારની હરકત કરતા નથી. આ હરકત કરનારની સામે કાર્યવાહી પણ થતી હોય છે. ત્યારે હાલ આ અધિકારીના વિડિયોથી અધિકારી વર્તુળમાં પણ ભારે ચર્ચા જગાવી છે.

વિડિયોમાં દેખાતી યુવતી મારી દિકરીની મિત્ર છે

આ અમારૂ ફેમિલી ફંકશન હતું. જેમાં મારી દિકરીઓ પણ મારી સાથે હાજર હતી. મારી સાથે જે ગીત ગાતા દેખાઇ રહી છે તે યુવતી મારી દિકરીની મિત્ર છે અને તે પણ મારી દિકરી સમાન જ છે. જેથી આમા કોઇ વિવાદનો પ્રશ્ન ઉદભવતો નથી. આ વાતને વધારે ચગાવવી ન જોઇએ.- ડો. વી.કે.દાસ, આરોગ્ય અધિકારી

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App