તંત્રને તમાચો/ દાનહમાં ટપોરીઓ કાબૂ બહાર, એકાંતમાં ગયેલા યુગલને બ્લેકમેઇલ કરી ગેંગરેપ કરવાનો પ્રયાસ

3 youths near Danaah molest women

Divyabhaskar.com

Dec 07, 2018, 11:38 AM IST

* સાતમાળિયા નજીક અસામાજિક તત્વોનો ત્રાસ
* બદનામ કરવાની ધમકી આપી નાણાં પણ પડાવ્યાં

* મહિલાને જબરજસ્તી સૂવડાવી

સેલવાસ: સંઘપ્રદેશ દાનહના સાતમાળિયા નજીક એકાંતમાં એક કપલ પાસે અસામાજિક તત્વોએ ધસી જઈને બ્લેકમેઇલ કરવાની ધમકી આપી રૂપિયા પડાવી મહિલા સાથે ગેંગ રેપનો પ્રયાસ કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની છે જેમાં મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ થયા છે. પ્રદેશ બહારથી આવતા પ્રવાસી હોવાના કારણે અને સામાજિક બદનામીના ડરે આવા કેસમાં પોલીસ ફરિયાદ થતી નથી. એકાંતમાં બેઠેલા યુગલને જોઈને બ્લેકમેલ કરી રહેલા કેટલાક અસામાજિક તત્વો પ્રદેશમાં સક્રિય છે તો નવાઈની ાત એ છે કે સ્થાનિક પોલીસ આવી ઘટનાઓથી સદંતર અજાણ છે તેમજ કોઈ પણ પ્રકારના આગોતરા પગલા ભરવાના મૂડમાં નથી. ભવિષ્યમાં ફરી કોઇ દૂર્ઘટના બને તો નવાઇ નહીં.

આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર, શનિવારે એક યુક ખાનવેલથી સેલવાસ તરફ પોતાની પરિચિત મહિલા સાથે આવી રહ્યો હતો. આ સમયે સાતમાળિયા નજીક મહિલાને લઘુશંકા માટે જવાનું થતાં બાઈક રસ્તે ઊભું રાખી મહિલા રોડ નજીકની ઝાડી-ઝાંખરમાં ગઈ હતી. મહિલાએ સાવચેતીના પગલારૂપે યુવકને પોતાની નજીક જ રહેવા જણાવ્યું હતું. આ દરમિયાન કેટલાક લુખ્ખા તત્ત્વો અચાનક ત્યાં ધસી ગયા હતા અને અને આ યુગલ સાથે દુરવ્યવહાર કરવા લાગ્યા હતા. અચાનક આવી ચડેલા આ તત્ત્વો પૈકીનો એક ટપોરી આ મહિલા સાથે શારીરિક અડપલા કરવા લાગ્યો હતો.

અન્ય ટપોરીઓએ યુવક પાસે રૂપિયાની માગણી કરી હતી. ગભરાઈ ગયેલા યુવક 1 હજાર રૂપિયા આપી દીધા હતા. જો કે, ત્યારબાદ પણ આ ટપોરીઓની ભૂખ નહીં સંતોષાતાં 4 જેટલા ટપોરીઓ મહિલા સાથે શારીરિક સંબંધ બાંધવા બળજબરી કરવા લાગ્યા હતા. દિવ્ય ભાસ્કરે આ વીડિયોની હકીકત જાણવાનો પ્રયાસ કર્યો તો જાણવા મળ્યું કે, રૂપિયા લીધા બાદ ટપોરીઓ અને યુવક વચ્ચે દલીલ થઈ રહી હતી ત્યારે આ મહિલા ભાગીને રોડ પર આવી ગઈ હતી. જેના કારણે ગેંગરેપનો શિકાર બનતા બચી ગઈ હતી.

સીધી વાત- ભોગ બનનારા યુવક, દાનહ

* ઘટના શું હતી ?
- હું અને મારી પરિચિત મહિલા ખાનવેલથી સેલવાસ જતા હતા ત્યારે મહિલાને લઘુશંકા લાગતાં તે બાજુના વનમાં ગઈ હતી.
* બાદમાં શું થયું ?
- મહિલાએ બૂમ પાડતાં હું ગયો તો 4 યુવકો હતા. મેં રૂપિયા આપ્યા પછી પણ એક યુવક મહિલા સાથે બળજબરી કરવા લાગ્યો. અમને મારી નાખાવાની ધમકી આપી મહિલા પાસે શારીરિક સબંધ બાંધવા કહ્યું હતું
* મહિલા બચી કઈ રીતે ?
- મહિલા અચાનક છટકી જઈને મેઇન રોડ પર ભાગી ગઈ હતી. જેથી બૂમાબૂમ થવાના ડરે પેલા યુવકો ભાગી છૂટયા હતા.
* તમે પોલીસને જાણ કરી ?
- મારી અને મહિલાની બદનામી થવાના ડરથી અમે ફરિયાદ કરી નથી. વળી, આ યુવકો ટપોરી છે, જેથી કોઈ નુકસાન પહોંચાડી શકે છે.


X
3 youths near Danaah molest women
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી