Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વલસાડ તિથલ,અતુલમાં યુવાનોએ ધુળેટીની રંગારંગ ઉજવણી કરાઇ
વલસાડ શહેર,તિથલ બીચ અને અતુલ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધૂળેટીની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી.યુવાનો અને યુવતીઓ દ્વારા મહોલ્લાઓ અને શેરીઓમાં એક બીજા પર રંગો છાંટી ઉમંગભેર રંગોના ઉત્સવને મનાવ્યો હતો.
વલસાડ શહેરમાં ઠેર ઠેર સવારે યુવા હૈયાઓ રંગ હાથમાં લઇને રંગોના ઉત્સવને ભરપેટ મનાવવા માટે મેદાને પડ્યા હતા.યુવાનો બાઇક લઇને મોઢા ઉપર રંગો લગાવી હરખ સાથે બજારોમાં નિકળ્યા હતા.જેને લઇ શહેરમાં ધૂળેટીના આનંદથી મહોલ છવાયો હતો.શહેરના આઝાદ ચોક,મોટાબજાર,લુહાર ટેકરા,એમજી રોડ,હાલર,ધૂળેટીના દિવસે સવારથી જ બાળકો,યુવાનો,યુવતીઓ ભેગા થઇને રંગોનો તહેવાર મનાવવા મેદાને પડ્યા હતા.આ સાથે યુવાનોએ રંગોની છોળ ઉડાવી વાતાવરણ રંગીન કરી દેતા ગામમાં ભારે આનંદોત્સવનો માહોલ છવાઇ ગયો હતો.તિથલ બીચ પર યુવાનો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.જ્યારે દરિયાના મોંજાના પ્રસરતા પાણી વચ્ચે ગુલાલ ગમ્મત કરી યુવાનોએ ધૂળેટી પર્વની શાનદાર ઉજવણી કરી હતી.