તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નહેરના પાણી 3 દિવસે પણ વલસાડ નગરપાલિકાના ડેમમાં નહીં પહોંચ્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડ અને ખેડૂતો માટે કાકરાપાળ વિયરમાંથી 22 ફેબ્રુઆરીએ સાંજે છોડવામાં આવેલા નહેરના પાણી ધીમા પ્રવાહે આવતા હજી પાલિકાના ડેમમાં પૂરતાં પ્રમાણમાં પુરવઠો ઠલવાયો નથી.100 કિમી દૂરથી આવતા નહેરના પાણી ખેડૂતો પણ પાક માટે લેતા હોવા ઉપરાંત નવસારી જિલ્લામાં બામણવેલમાં નહેર તૂટવા જેવી અનેક અસર વહેણમાં નડતરરૂપ બની રહી છે.

કાકરાપાળ વિયરમાંથી નહેર વિભાગે પાણી છોડ્યાનાં 3 દિવસ થવા છતાં હજી વલસાડ શહેરમાં 2 દિવસે એક વાર પાણી આપવામાં આવી રહ્યું છે.નહેરના પાણી પાલિકાના ડેમમાં ખુબ ધીમા પ્રવાહે ઠલવાતા હજી શહેરીજનોને રેગ્યુલર શિડ્યુલમાં પાણી આપી શકાયું નથી.ડેમની સ્થિતિ પર રોજેરોજ નજર રાખી રહેલા પાલિકાના શાસકોએ જ્યાં સુધી નહેરના પાણીથી ડેમ બરોબર છલકાય નહિ ત્યાંસુધી હાલના શિડ્યુલ મુજબ જ પાણીનું વિતરણ કરવાની ફરજ પડી છે.નહેરના પાણી વેગથી પડવા માડે અને ડેમમાં અમુક યોગ્ય સપાટી સુધી આવી જાય ત્યારે હાલના 2 દિવસે 1 ટાઇમ રેગ્યુલર શિડ્યુલ મુજબ અને ડેમ જ્યારે છલકાઇ જશે ત્યારે દરરોજ 1 ટાઇમ પાણી આપી શિડ્યુલના ટાઇમમાં વધારો કરી શકાય તેવા પ્રયાસો પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે.

રેગ્યુલર શિડ્યુલ કરવા પ્રયાસ
હાલમાં નહેરના પાણી છોડાતા ડેમમાં પાણી તો આવી રહ્યું છે,પરંતું તેની ઝડપ ધીમી છે.જેના કારણે ડેમમાં ધીમે ધીમે પાણી આવી રહ્યું છે.અમુક સંતોષજનક લેવલે ડેમ ભરાઇ જાય પછી દરરોજ 1 ટાઇમ પાણીનું શિડ્યુલ પૂન: ચાલૂ કરાશે.ડેમ પૂરેપુરૂં છલકાઇ ગયા બાદ શહેરમાં રેગ્યુલર શિડ્યુલનું આયોજન કરવા પ્રયાસ કરાશે. જે.યુ.વસાવા,સીઓ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો