તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડમાં પોલીસ-હોમગાર્ડઝ મતદારોનું 71 ટકા મતદાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાની 23 એપ્રિલે યોજાનાર સામાન્ય ચૂંટણી પહેલા વલસાડ જિલ્લાના પોલીસ વિભાગ અને હોમગાર્ડઝ મતદારો માટે સોમવારે વલસાડના પોલિસ હેડ ક્વોર્ટર્સ ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ હતી.ચૂંટણીની કામગીરી માટે ફાળવાયેલા આ સરકારી કર્મચારીઓ માટે બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હતું.દિવસના અંતે 71 ટકા જેટલું ઉત્સાહભેર મતદાન નોંધાયું હતું.

જિલ્લાના સંસદીય મતદાર વિભાગમાં ચૂંટણીની પ્રક્રિયા માટે 1250 જેટલા પોલિસ અને હોમગાર્ડઝ મતદારો માટે બેલેટ પેપરથી 15 એપ્રિલ,મંગળવારે મતદાન કરાવવાનો કાર્યક્રમ નક્કી કરાયો હતો.

1750 મતદાતા પૈકી 1250નું મતદાન
જિલ્લામાં લોકસભાની ચૂંટણીની કામગીરી માટે પોલિસ વિભાગ અને હોમગાર્ડઝ મળી કુલ 1750 મતદાતા નોંધાયા હતા.સોમવારે આ કર્મચારીઓ માટે હાથ ધરાયેલા મતદાનમાં 1250 મતદાતાએ ભાગ લેતા 71 ટકા મતદાન નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...