વલસાડમાં પબજી ગેમ રમતા 3 યુવકો વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડમાં પ્રતિબંધિત પબજી ગેમ રમતા 3 યુવકોને પોલીસે ઝડપી પાડી ગુનો દાખલ કર્યો છે. 16 માર્ચે વલસાડના મોગરાવાડીના હનુમાન ફળિયા પાસે સાગર દિપકભાઇ પટેલ,ઉ.વ.23, જય મહેન્દ્રભાઇ પટેલ ઉ.વ.22 અને સંદિપ દિલીપભાઇ પટેલ,ઉ.વ.34 તમામ રહે.હનુમાન ફળિયાનાઓ મોબાઇલ પર પબજી ગેમ રમતા વલસાડ સિટી પોલીસની ટીમે ઝડપી પાડ્યા હતા.જેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જિ.મેજિસ્ટ્રેટનું માર્ગદર્શન મેળવ્યા બાદ તેમનો આદેશ થતાં ત્રણે વિરૂધ્ધ ગુજરાત પોલિસ એક્ટ 135 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...