તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોર્ડની પરીક્ષામાં પ્રથમ કોપી કેસ સેલવાસમાંથી 2ને વિજીલેન્સે પકડ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં શુક્રવારે સેલવાસમાં ટોકર ખાડાની શાળામાંથી ગાંધીનગરથી આવેલી વીજીલન્સની ટીમે 2 વિદ્યાર્થીઓને કોપી કેસમાં ઝડપી પાડ્યા હતા.

શુક્રવારે SSCમાં સામાજીક વિજ્ઞાનમાં નોંધાયેલા 31,451 વિદ્યાર્થીઓ પૈકી 30,524 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, સામાજિક વિજ્ઞાનનું પેપર મીડીયમ હતું. થોડા પ્રશ્નો ગુંચવીને પૂછવામાં આવ્યા હતા. પેપરની બ્લ્યુ પ્રિન્ટમાં પણ પ્રશ્નો લેવામાં આવ્યા ન હતા તેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. એકંદર પેપર ભારે હતું. અને HSCના સામાન્ય પ્રવાહમાં વાણિજ્ય વ્યવસ્થાના પેપરમાં કુલ 7,291 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 7,155 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વાણિજ્ય વ્યવસ્થાનું પેપર એકદમ સરળ અને બોર્ડના માળખા મુજબનું પેપર હતું. જેમાં પરીક્ષામાં પેપર લખીને આવતા વિદ્યાર્થીઓ માટે નાપાસ થવું અઘરૂં બની રહે તેવું પેપર બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું.

ધો.12 સા.પ્રવાહનું વાણિજ્યનું પેપર સરળ હતું,ધો.10 SSનું પેપર અઘરૂ

SSના પેપરમાં વિદ્યાર્થીઓં ગુચવાયા

સામાજિક વિજ્ઞાનમાં પ્રશ્નો ગુંચવીને પૂછવામાં આવ્યા હતા. રૂ.500ની નોટ ઉપર આપેલા ચિત્ર વિષે લખો જેમાં લાલ કિલ્લા વિષે લખવાનું હતું. આવા પ્રશ્નો શાળાની પ્રિલીન પરીક્ષાઓમાં પણ પૂછવામાં નથી આવતા જેથી વિદ્યાર્થીઓને ગુંચવાડો ઉભો થયો હતો. બોર્ડના પેપરની બ્લ્યુ પ્રિન્ટમાં પણ આવા પ્રશ્નો મુકવામાં આવ્યા ન હતા. એવરેજ વિદ્યાર્થીઓ 35% જેમતેમ લાવી શકે તેવું પેપર હતું. > અરવિંદભાઈ પટેલ, શિક્ષક, સામાજિક વિજ્ઞાન

એચએસસીનું પેપર સ્કોર મેળવાય તેવું

વાણિજ્ય વ્યવસ્થાના પેપરમાં એવરેજ વિદ્યાર્થી પણ 55% માર્ક્સ મેળવી શકે તેવું સરળ પેપર બોર્ડ દ્વારા પૂછવામાં આવ્યું હતું. પેપરમાં પ્રશ્ન 20,28 અને 45 એક સરખા પ્રશ્નોને અલગ અલગ રીતે પૂછવામાં આવ્યા હતા. ટૂંકા પ્રશ્નો પણ ખુબજ સરળ પૂછયા હતા. > જયદીપ મહેતા, શિક્ષક, વાણિજ્ય વ્યવસ્થા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો