વલસાડ ખાતે રાજ્યમાં પ્રથમ વખત 30 કોલેજો સાથે નર્સિંગ ડે ની ઉજવણી કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ નૂતન કેળવણી મંડળની સ્કૂલ ઓફ નર્સીંગ દ્વારા નર્સિંગ ડેની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યની 30 જેટલી નર્સિંગ કોલેજોની 610 જેટલી નર્સિંગ કોર્સ ની વિદ્યાર્થીનીઓ અને હોસ્પિટલના નર્સીસ તરીકે સેવા આપતી નર્સોએ ભાગ લીધો હતો.

વલસાડ નૂતન કેળવણી મંડળની સ્કૂલ ઓફ નર્સિંગ દ્વારા ઇન્ટરનેશનલ નર્સીસ ડેની ઉજવણી વલસાડના કોલેજ કેમ્પર્સ ખાતે આવેલા સંસ્કાર કેન્દ્ર ખાતે કરવામાં આવી હતી. જેમાં ગાયનેક ડોક્ટર્સ એસોસિએશનના પ્રમુખ ડો. પરસી ખરાશ, ઉપ પ્રમુખ ડો. યોગીની રોલેકર અને ઈંડિયન સોસાયટી ઓફ ક્રિટિકલ કેર મેડિસિન પ્રમુખ ડો. કલ્પેશ જોષી, તથા ડો. સંદીપ દેસાઈ, ડો. દેવાંગ દેસાઈ દ્વારા પ્રસંગોચિત ઉદ્દબોદન કરવામાં આવ્યું હતું. જેમાં નર્સીંગ સ્ટાફની ઉમદા કામગીરીને બિરદાવવામાં આવી હતી. વલસાડની હોસ્પિટલોમાં સેવા આપતા નામામ નર્સિંગ સ્ટાફની સેવાઓને બિરદાવી હતી. ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત 30 જેટલી નર્સિંગ કોલેજની 610 નર્સીસ અને વલસાડની હોસ્પિટલમાં સેવા આપતી નર્સીસ એક સાથે ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી દરમિયાન તમામને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...