તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડની SBI બેંકની જુદીજુદી બ્રાન્ચોમાં ગ્રાકહોની સગવડ માટે મુકવામાં આવેલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડની SBI બેંકની જુદીજુદી બ્રાન્ચોમાં ગ્રાકહોની સગવડ માટે મુકવામાં આવેલ કેસ કાઉન્ટર અને રીસાઇકલ (રૂપિયા જમા કરવા અને રૂપિયા ઉપાડવાનું) મશીનમાં કોઈ અજાણ્યા ઈસમો દ્વારા તા.8 નવેમ્બર 2016 થી 31 માર્ચ 2017 દરમિયાન ભારતીય ચલણની રદ્દ થયેલી 500 તથા 1000ના દરની નોટો જમા થઇ હતી. ઉપરાંત ભારતીય ચલણમાં ચાલતી નોટની ડુપ્લીકેટ નોટો નંગ 243 બેંકના રીસાઇકલ મશીનમાં જમા કરાવી ગયા હતા. વલસાડની ...અનુસંધાન પાના નં.3

એક્સિસ બેંકની જુદીજુદી બેન્ચોમાં મુકવામાં આવેલ કેસ કાઉન્ટર અને રીસાઇકલ મશીનોમાં જુદાજુદા દરોની 88 નોટો અને ઈન્ડુસિન્ડ બેંકના કેસ કાઉન્ટર ઉપર 2 ડુપ્લીકેટ નોટો પધરાવી ગયા હતા. ત્યારબાદ બેંકોએ જમા થયેલી નોટો રીઝર્વબેંક મોકલી આપી હતી. રિઝર્વ બેંક દ્વારા નોટોની ચકાસણી દરમિયાન 333 નોટો ડુપ્લીકેટ નોટ હોવાનું જાણવા મળ્યું હતું. આ તમામ ડુપ્લિકેટ નોટો જેતે બેંકોને પરત કરવામાં આવી હતી. બેંકમાં અલ્ટ્રાવાયોલેટ લેમ્પ મશીન તથા ચેકીંગ મશીનમાં ચેક કરતા બનાવટી નોટ હોવાનું બહાર આવ્યું હતું. નોટબંધી દરમિયાન બેંકના ખાતેદારો દ્વારા જમા થયેલી નોટો પૈકી કુલ 333 નોટો ડુપ્લીકેટ મળતા અજાણ્યા ઈસમો બેંકમાં જમા કરાવી ગયા હોવાની ફરિયાદ સીટી પોલીસ મથકે બેંકોના મેનેજરો દ્વારા નોંધાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...